Showing posts with label story.... Show all posts
Showing posts with label story.... Show all posts

Monday, August 7, 2017

અનોખા માજી...એક ઘરડાં માજી. એ.ટી.એમ પકડી સોફા ઉપર બેઠાં હતાં.એમનો વારો આવતાં એ.ટી.એમ.બારીમાં ધરીને માજી કહે,'મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.'હાજર મહિલા ફરજ બજાવતાં હતાં. કેશિયર મહિલા ફરજના ભાગે માજી સામે જોયા વગર કહે. રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ. માં જઈ જાતે પૈસા ઉપડવાના.મારા પૈસા,હું મને ગમે તે રીતે ઉપાડું.'

માજી કેશિયરને કહે,'કેમ ? આવું કેવું...!'બેંકની કેશિયર હવે છંછેડાયાં. તે બોલી, ” કેમ કે આ નિયમ છે.માજી સામે જોઇને કહે 'મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો.' આટલું કહી તેણે એ.ટી.એમ. પરત આપી દીધું.

થોડો સમય માજી ચૂપ રહીને પેલી કેશિયરને કહે: મારે મારાં ખાતાં માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો !”

કેશિયરે માજીના ખાતામાં ની બચત રકમ જોઈ.કેશિયરને નવાઈ લાગી.એની બેય આંખ જાણે ખુલીને બહાર આવી હતી. તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તે કેશિયર નરમાશ થી કહે,” માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો ચાર કરોડ રૂપિયા છે ! 

હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલાની સગવડ નથી.શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો?'થોડો વિચાર કરીને માજી કહે” હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? ”

કેશિયરે જણાવ્યું ,” તમે બે લાખ સુધીની કોઈ પણ રકમ ઉપાડી શકોછો. ”

કેશિયરને આજે જ બે લાખ ઉપાડવા છે. કેશિયરે બને તેટલી ઝડપી રકમ ઉપાડી વડીલ માજીને કહે'માજી લો આ બે લાખ રૂપિયા.'માજીએ આ બે લાખ રૂપિયામાંથી ૫૦૦ રૂપિયા પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૧,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા પાવતી ભરી. કેશિયર મહિલા આ બધું જોયા કરતાં હતાં.

માજી કહે 'નિયમ ન બદલે,અમલતો થાય ને...!'આસપાસના સૌ આ માજી સામે જોતા રહી ગયા.
(Whats aep મા કોઈએ મોકલેલી વાર્તાને મેં જોડાક્ષર વગરની લખી.અંતિમ ઉપદેશ મેં આપ્યો નથી.મારું માનવું છે કે વાર્તા કીધા કે લખ્યા પછી સાર ન હોય એ વધારે શક્યતાઓ આપે છે.)

Saturday, August 5, 2017

કરો તેવું ભરો...


એક વખત એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓ આવ્યા એટલે રાજાએ કહ્યુ , " મારે આજે તમને પ્રજા માટે એક નાનું કામ સોંપવું છે.તમે આપણા બગીચામાં જાવ અને સારા સારા ફળનો એક કોથળો ભરીને લઇ આવો. આ કોથળો ભરીને તમે જે ફળ લાવશો એ હું જરુરીયાત વાળા લોકોને અપાવી દઇશ.
            "પ્રથમ મંત્રીએ વિચાર્યુ કે રાજા માત્ર ભરેલો કોથળો જ જોવાના છે એમાં શું છે.એ જોવાની રાજાને ક્યાં ફુરસદ હશે.માટે એણે તો ઘાસ-કચરો જે મળ્યુ તે ભેગુ કરીને કોથળો ભરી દીધો.
           બીજો મંત્રી પણ બગીચામાં ગયો અને વિચારવા લાગ્યો, " હું મહેનત કરીને જો ફળ એકઠા કરીશ તો એ ફળ રાજા ક્યાં ખાવાના છે એ તો પ્રજામાં વેંચી દેવાના છે.તો પછી ખોટી મહેનત શું કરવી." એણે ઝાડ પર ચડીને ફળો તોડવાને બદલે નીચે પડેલા અને સડી ગયેલા ફળો એકઠા કરીને પોતાનો કોથળો ભરી લીધો.
          ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
              ત્રણે મંત્રીઓ પોતાના કોથળાઓ ઉપાડીને દરબારમાં ગયા એટલે રાજાએ હુકમ કર્યો કે હવે દરેક મંત્રીને એમના કોથળા સાથે જુદા જુદા ઓરડાઓમાં બંધ કરી દો.  એક મહિના સુધી આ મંત્રીઓના ઓરડાના દરવાજાઓ ખોલવાના નથી અને એને કંઇ જ ખાવાનું પણ આપવાનું નથી પ્રજા માટે ભેગા કરેલા ફળો હવે એમને જ ખાવાના છે.

મિત્રો , ભગવાન પણ એ જ રાજા છે અને આપણે બધા એના મંત્રીઓ આપણા કર્મ રૂપી ફળો એકઠા કરવા આ જગત રૂપી બગીચામાં આપણને મોકલ્યા છે કેવા ફળ ભેગા કરવા એ આપણે નક્કી કરવાનું છે પણ એટલુ તો પાક્કુ જ છે કે આપણે ભેગા કરેલા ફળનો કોથળો આપણને મળવાનો છે.તો જાજુ વિચારીને જ  સારું કર્મ કરીયે ને સુખની પ્ર!પ્તિ કરીયે.

Monday, July 4, 2016

નવો અવતાર


એક ચોર ચોરી કરતાં પકડાયો હતો. તે કોઠારમાં નોકરી કરતો હતો.અહી દૂધ પડેલું હતું.દૂધ રાજાની બિલાડી માટે હતું.રાજાએ મહેલમાં એક બિલાડી રાખી હતી.બિલાડીની ખાસ દેખભાળ રાખવાની જવાબદારી આ ચોર ઠરેલા માણસની હતી.એણે બિલાડીને દૂધ પાવાનું હતું.દૂધ ઠંડુ થયું કે નહિ?તેમાં સાકાર બરાબર ભેળવી છે કે કેમ !?આ ને આવા અનેક સવાલો માટે તેણે દૂધ ચાખવાનું હતું.આજે તેનો ઉપવાસ હતો.તેણે એક વાટકી ભરીને દૂધ પીધું.રાજાના સિપાહીએ આ વાત રાજાને કરી.
આ માણસને દરબારમાં હાજર કરવાનો હતો.શું થાય છે તે જોવા માટે સૌ બેઠા હતા. રાજાને આ માણસ જોઇને નવાઈ લાગી.આ માણસ રાજાની જ સીધી ભલામણથી લેવાયો હતો.રાજાએ આ માણસને કોઠારમાં બધું જ સાચવવાની જવાબદારી આપી હતી.આ માણસ આવું ન કરે.એ એક વાટકી દૂધની ચોરી??ફરિયાદ લાવનાર રાજાની સામે જ બેઠો હતો.ચોર ઠરેલા માણસઆમ તો ખૂબ જ સીધો હતો.હા,તે ચતુર હતો.રાજાએ  તેની ચતુરાઈને લીધે જ નોકરીએ લીધો હતો.
રાજા હળવાશમાં બેઠા હતા.તેમને એક મજાક કરવાનું મન થયું.તેમને દરબારમાં બિલાડી મંગાવી.થોડીવારમાં બિલાડી રાજાની પાસે આવી આસન ઉપર બેસી ગઈ.રાજાએ ચોર ઠરેલાને બિલાડી બતાવી.તેણે  બિલાડી જોઈ.રાજા કહે: ‘આ બિલાડીને તું જે રીતે મારીશ એ જ રીતે હું તને મારીશ.આ વાત સાંભળી આખા દરબારમાં ગુસપુસ થવા લાગી.હવે આ માણસ બિલાડીને કઈ રીતે મારશે...રાજા એવી જ રીતે આ માણસને મારશે...હવે શું થશે? સૌને આ જોવું હતું.સૌ ઉતાવળા થતાં હતા.
પેલા માણસે બિલાડી હાથમાં લીધી.’હવે શું થશે?’થોડી વાર પછી તેણે બિલાડીની પૂંછડી પકડી લીધી.પૂંછડી વડે બિલાડીને પકડી તે જમીન સાથે ભટકાવા જતો હતો.આ જોઈ રાજાએ બૂમ પાડી.’શું કરો છો?’આ સાંભળી પેલો માણસ કહે:’આપે બિલાડીને મારવાની શરત કરી છે. જે રીતે હું બિલાડીને મારીશ. આપ એ જ રીતે મને મારશો.હું બિલાડીને પૂંછડી વડે પકડીને જમીન સાથે અફળાવીને મારી નાખવાનો હતો.’ફરિયાદ કરનાર ઊભો થઇ ગયો.તે રાડો પાડતો હતો.તે રાડ પાડીને કહે: ‘રાજા તનેય જમીન સાથે અફડાવીને મારી નાખે ને?’પેલો માણસ કહે:’પાણ રાજાજી મને પૂંછડીથી પકડી ન શકે ને...રાજા મને ગમેતે રીતે મારી શકે.પણ,મેં બિલાડીને મારી નાખવાનું વિચારી લીધુ હતું તે રીતે રાજાજી મને નહિ જ મારી શકે.

રાજા આ જવાબ સાંભળી ખૂશ  થયા.રાજાએ આ માણસને અભિનંદન આપી વિદાય આપી.રાજાને ફરિયાદ કરનાર સાથે વાતો કરતાં કરતાં રાજા મહેલ તરફ ગયા.

Saturday, March 26, 2016

ડોસો અને ગધેડો


એક હતો ડોસો.તેને એક દિકરો. તેમને એક ગધેડું.તેમને પૈસાની જરૂર હતી.ડોસો અને દીકરાએ  ગધેડું વેચવાનું વિચારી લીધું.સવાર પડી. ડોસો,દિકરો અને ગધેડો. આગળ ડોસો,ડોસા પાછળ દિકરો અને દિકરા પાછળ ગધેડું ચાલતું હતું.
ડોસો,દિકરો અને ગધેડું ચાલતાં હતાં.સામેથી બે જુવાન આવતા હતા.જુવાન કહે: અરે રામ ! આ બાપ દીકરો ગાંડા છે.કોઈએ આવા જોયા? ગધેડું ખાલી આવે છે.ડોસો અને દિકરો પગ તોડે છે !જુવાનનો સાથી આ સાંભળી હસી ગયો.ડોસાને થયું વાતસાચી.ડોસાએ દીકરાને ગધેડા ઉપર બેસાડી દીધો.ડોસો ગધેડું દોરતો હતો.ગધેડા ઉપર દિકરો બેઠો હતો.
તેઓ થોડું આગળની તરફ ગયા.સામેથી એક બાઈ સામેથી આવતી હતી.બાઈએ દીકરાને ગધેડા ઉપર બેઠેલો જોયો.આ બાઈ કહે: "જુઓ કળયુગ.? ડોસો ચાલતો આવે છે. કળયુગનો આ દિકરો બાદશાહ બની ઘોડા ઉપર સવાર છે. આ દિકરાને શરમ નહિ આવતી હોય?’’દિકરાને થયું.આ બાઈની વાત સાચી છે.દિકરો ગધેડા ઉપરાથિયા ઉતરી ગયો. હવે ડોસો ગધેડા ઉપર બેઠો.ડોસો થોડો આગળ ગયો. પાછળથી કોઈ બોલાતું હતું.’’અરે! ડોસા...ધોળામાં ધૂળ પડી! શરમ કર! આ દિકરો ચાલે છે.  ’ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે !એને ભેગો બેસાડી લે...!.
ડોસો શરમાઈ ગયો.ડોસાએ દિકરાને સાથે બેસાડી લીધો. હવે,ડોસો અને દિકરો એક સાથે એક ગધેડા ઉપર બેઠા હતા. જરાક દૂર ગયા કે સામેથી બાવાઓનું એક ટોળું આવતું દેખાયું.આ બધાં બાવા સામેથી ચાલીને આવતાં હતા. નજીક આવીને બાવો કહે: અરે ! છે કોઈની દયા ? બેઉ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે ! મુંગા જીવને કંઈ બોલતા આવડે?ડોસા અને દીકરાના ભારથી ગધેડો કેવો મૂંઝાઈ ગયો છે !
ડોસો અને દિકરો ગધેડા ઉપરથી ઊતરી ગયા.
દિકરો કહે: ‘ બાપા, હવે શું કરશું?
ડોસો કહે: ‘આમાં મને સમજ પડતી નથી.’
એટલામાં એક ડોશી નીકળી. બાપ-દીકરાની વાત જાણી.દોશી આ સાંભળી હસવા લાગી. ડોશી કહે: ‘આમ સાવ બાઘા જેવા ન થાઓ. જેને કામ-ધંધો ન હોય, તે બીજાનું ખોટું જ બોલે.બીજાની ભૂલો કાઢતા ફરે. જરૂર ન હોય તો પણ શીખામણ આપે.આવા લોકો ઢબુના કહેવાય. એવા નકામા માણસોની વાતો ન સંભળાય. તમને ઠીક લાગે તેમ કરો. અને તમારે રસ્તે હેંડતા થાવ.બાપ-દીકરાને ડોશીની વાત બરાબર લાગી અને પછીથી માગ્યા વિનાની શીખામણ આપી દોઢ ડાહ્યા થતા નકામા માણસોની વાત પર ધ્યાન આપવાનું છોડી દીધું.


Sunday, December 6, 2015

સૌની સાથે...ગામનું નામ રાજનગર.અહીં એક ખેડૂત રહે.ખેડૂતને પાંચ દિકરા.બધાં જ બળવાન.ખેડૂતના બધા જ દિકરામહેનતુ.આ બધા જ દીકરા એક બીજા સાથે લડવા જગાડવાનું કામ કરે.તેઓ સગા ભાઈ હોવા છતાં એક બીજા સાથે અંદરોઅંદર ઝઘડતા હતા.ખેડૂતને મનમાં થતું. ‘ મારા દિકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. ખેડૂત સમજુ હતો.તે તેના દિકરાઓને સંપીને રહેવા માટે ખૂબ જ સમજાવતો હતો.ખેડૂતની સલાહ દિકરા માનતા ણ હતાં.દિકરાઓ ઉપર આ વાતની કોઈ અસર થતી ન  હતી. ખેડૂત આ કારણે કાયમ માટે ચિંતામાં રહેતો હતો. 
ખેડૂત દરરોજ વિચાર કરતો.તેના છોકરા સંપીને રહે,આ માટે શું કરું?આ વાત ખેડૂત કાયમ માટે વિચારતો હતો.એક દિવસની વાત છે.આજે ખેડૂતને તેનો ઉકેલ મળી ગયો હતો. તેને થોડીક તૈયારી કરી લીધી.તેણે પાંચેય દિકરાને પોતાની પાસે બોલાવી લીધા.બધાં જ દિકરા ખેડૂતની પાસે આવીને બેસી ગયા.ખેડૂતની સામે લાકડીઓનો એક ભરો પડેલો હતો.ખેડૂતે બધાં જ દિકરાઓ સામે જોઈને કહે જુઓ, ભારીમાંથી એક પણ લાકડી ઓછી કરવાની નહિ.હવે આ લાકડીઓની ભારી કોણ તોડી શકશે?બધાં જ દિકરા ખેડૂતની વાત સંભાળતા હતા.બધાને આ વાત સાંભળી નવાઈ લાગતી હતી.સૌથી નાનો દિકરો બધાની સામે જોતો ઊભો હતો.કોઈને વાત સમજી શકાતી ન હતી.

ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેક દીકરાએ ભારીને તોડવા મથામણ કરી.પાંચ દિકરા પૈકી એકપણ દિકરો ભરી તોડવામાં સફળ ન થયો.બધાં જ દીકરાઓ ભારી તોડવામાં સફળ ન થયાં.આટલું થઇ ગયા પછી ખેડૂત કહે: ‘આ લાકડીની ભારી છોડી નાખો.દીકરાઓએ ખેડૂતની સૂચના મુજબ લાકડીઓની ભારી ખોલી નાખી.ભારી ખૂલી ગયા પછી ખેડૂત કહે: ‘હવે આ એક લાકડી લો અને તેને તોડી નાખો.દરેક દીકરાઓએ એક એક લાકડી હાથમાં લીધી.દરેક દીકરાએ આ એક એક લાકડી તોડી બતાવી.
આ જોઈ દીકરાઓ એક બીજાની સામે જોતાં હતા.ખેડૂત મનોમન હસતો હતો.આ જોઈ સૌથી મોટો દિકરો કહે: ‘બાપુજી શું થયું?આપ શું કરો છો?કેમ હસો છો?’ખેડૂત કહે: એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ.તે એકલી હતી.મજબૂત ન હતી. પણ એ જ લાકડીઓ એક સાથે હોય.એજ લાકડીઓ ભારીમાં હોય.તો આ વખતે તે મજબૂત હોય છે.તેને કોઈ તોડી શકતું નથી.’દીકરાઓ ખેડૂતની સામે જોઈ ઊભા હતા.કોઈ ને કશું સમજાતું ન હતું. બચોત દીકરાના ખભે હાથ રાખી ખેડૂત કહે: ‘ પાંચેય જણ સંપથી રહેશો તો...મજબૂત બનશો. લડી ઝઘડીને અલગ રહેશો તો કમજોર બનશો.ખેડૂત આટલું બોલી ઘરની બહાર નીકળી ગયો.બધાં જ દીકરાઓ એક સાથે બહાર આવી તેમની પાસે ગયાં.


Saturday, November 21, 2015

ચોર પકડાયો
એક દિવસની વાત છે,એક વખત નગર શેઠના ઘરમાં ચોરી  થઇ. વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ. વેપારીએ ચોરીની ફરિયાદ કરી. નગરશેઠે કાજી પાસે ફરિયાદ કરી.ફરિયાદ થયાના કેટલાંક દિવસો થયા.કાજી તપાસ કરી શકાતા ન હતા. કાજીએ પણ ઘણી તપાસ કરી હતી. ચોરી કોણે કરી છે તેની ખબર પડતી  ન હતી.નગર શેઠ છેવટે દરબારમાં ફરિયાદ લઈને આવી ગયા.શેઠે અકબરને ફરિયાદ કરી. બાદશાહે ચોરને શોધી કાઢવાનો  બીરબલને સૂચના આપી.બીરબલ પણ તૈયાર થયો.ને કર્યો. બીરબલે પોતાના આસનઆં ઉપરથી ઊભો થયો.બાદશાહને વંદન કરી તે કહે:’નામદાર,આપનો આદેશ.હું ચોર શોધવા માટે મહેનત કરીશ.
 બીજા દિવસે બીરબલે નગર શેઠને મળવા માટે બોલાવી  લીધા.નગર શેઠ આવતાં બીરબલે તેમણે આસન ઉપર બેસવાની સૂચના આપી.શેઠ આસન ઉપર બેસી ગયા.શેઠના બેસતાંની સાથે જ બીરબલ કહે: ‘શેઠ,તમને કોઈના ઉપર શાક છે? તમને કોઈ ઉપર શક હોય તો કહો.તમે જરાય  ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.બીરબલની વાત સાંભળી નગર શેઠ કહે:  હજૂર, મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર-પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી. બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને પકડી હાજર કરવા સૂચના આપી.’થોડી વારમાં નગર શેઠના બધાં જ નોકરોને લઇ સિપાહી હાજર થઇ ગયા. ચારેય નોકરો આવી ગયા.
આ તરફ બિરબલે પણ કશીક તૈયારી કરી લીધી હતી.બીરબલે એક સરખા માપની ચાર મોટી લાકડીઓ તૈયાર રાખી હતી.આ સરખી ચાર લાંબી લાકડીઓમાંથી એક લાકડી આપી.પહેલાં નોકરને એક લાકડી આપી.નોકરને લાકડી આપતાં બીરબલ કહે:જુઓ, આ જાદુઈ લાકડી તમારે તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે.
આમ કહી બીરબલે લાકડીના કાનમાં કશુંક કીધું.આવું જ બધી જ લાકડી આપતાં દરેક લાકડી સાથે કશુંક કરીને જ આ લાકડીઓ બાકીના નોકરોને આપી.બીરબલે ચારેય લાકડીની જાણે પૂજા કરવાનો જાણે  ઢોંગ કરી લીધો.આટલું કરી લીધા પછી બીરબલ આ નોકરોને કહે: ‘ કાલે સવારે આવીને તમારે ચારેયે મને સૌ સૌની લાકડી બતાવવાની છે. આ લાકડી ખાસ પૂજા કરીને તૈયાર કરવામાં આવી છે. આ લાકડી બધાને સરખી જ આપી છે.હા,જેણે ચોરી કરી હશે  તેની  લાકડી એક વેંત લાંબી થઈ જશે. ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.
સવારે એક જાદુ થયો. જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ કશુંક વિચારી તે નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.બીજા દિવસે સવારે બિરબલે આ બધાને એક સાથે બોલાવી લીધા.બધાં જ પોતાની લાકડી લઇ હાજર થયા.બધાંની લાકડી કરતાં એક નોકરની લાકડી એક વેંત નાની હતી.તે નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે સજાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે ચોર પકડાઈ ગયો. વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ.

Tuesday, November 17, 2015

ભંભોટિયો


એક હતી ડોશી. તેને એક દીકરી.દોશી તેની દીકરીની બહુ ચિંતા કરે. ડોશી સતત ચિંતા કરતી  હતી.આ કારણે ડોશી દુબળી પડી ગઈ. એક દિવસની વાત છે.ડોશી  એક દિવસ પોતાની દીકરીને મળવા જવા નીકળી. દોશીના ઘરથી તેની દીકરીના ઘર સુધીમા જંગલ આવતું હતું.ડોશી ચાલતી  ચાલતી જતી હતી.સામે તેને એક વાઘ ભટકાઈ ગયો. ડોશીને જોઈ વાઘ કહે: - ‘ડોશી, ડોશી ! તને ખાઉં.’ ડોશી કહે ‘ દીકરીને ઘેર જાવા દે,તાજીમાજી થાવા દે,શેર લોહી ચડવા દે; પછી મને ખાજે.’
વાઘ કહે - ઠીક.
પછી ડોશી આગળ ગયાં,અહીં સામે સિંહ આવતો દેખાયો. સિંહ પાસે આવીને કહે:-‘ડોશી, ડોશી ! તને ખાઉં.’ ડોશી કહે ‘ દીકરીને ઘેર જાવા દે, તાજીમાજી થાવા દે. શેર લોહી ચડવા દે; પછી મને ખાજે. સિંહ કહે-ઠીક. ડોશી ધીરે ધીરે ચાલતાં હતાં. આગળ ચાલતાં ડોશીને સાપ, વરુ અને બીજા જનાવરો સામે ભટકાઈ ગયાં.ડોશીએ બધાં જ જનાવરોને આવો એક સરખો જવાબ આપી દીધો.ડોશી આમ વાયદા કરતી કરતી ગઈ. ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ.ડોશી આખો દિવસ ચિંતા કરે.ડોશી ચિંતા કરતી હતી.આ વાત છોકરી જાણી ગઈ.આ છોકરી તેની મને કહે:- માડી ! તમે ખાતાંપીતાં નથી.શું કોઈ ચિંતા છે? તમે પાતળાં કેમ પડતાં જાઓ છો ?
ડોશી કહે - દીકરી,! હું પાછી ઘેર જઈશ ને...’આટલું બોલી ડોશી અટકી ગયી.તેની છોકરી કહે: ‘શું થયું?બોલતી અકેમ નથી.મા...શું ચિંતા છે?’આ સાંભળી ડોશી કહે: ‘હું અહીંથી ઘરે જઈશ તે સમયે જનાવરો મને ખાઈ જવાનાં છે.’આવું બોલી ડોશી રડવા લાગી.તેને રડતાં રડતાં જંગલની બધી જ વાત કરી.
દીકરી કહે– ‘અરે માડી ! એમાં તે બીઓ છો શું? મારી પાસે એક ભંભોટિયો છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો.’ડોશી કહે: ‘આ ભંભો ટિયો એટલે શું?’દીકરી કહે: ‘એ તો હું આપીશ.મા તમે ચિંતા ન કરો.હું છું,તમે ચિંતા ન કરો.’

ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો તૈયાર કરી લીધો. દીકરીએ ડોશીને ભંભોટિયામાં બેસાડી દીધાં. મોટા ઢોલને દોશીની દીકરી ભંભોટિયો કહેતી હતી. ડોશીમા તેમાં બેઠાં.દીકરીએ આ ઢોલક રગડાવી દીધું. ભંભોટિયો રગડતો હતો.થોડી વાર થઇ.જંગલ નજીક આવી ગયું.અહીં સૌથી પહેલાં  વાઘ સામે આવી ગયો. ભંભોટિયાને જોઈ વાઘ કહે - ભંભોટિયા, ભંભોટિયા! તે કોઈ એક ડોશીને દીઠાં? ભંભોટિયોમાં બેઠેલી ડોશી કહે ‘કિસકી ડોશી, કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ.
વાઘ આ સાંભળી વિચારમાં પડી ગયો. ‘ આ શું ? આ ભંભોટિયામાં એવું તો શું હશે?
વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ગયો. આજ રીતે સિંહ, સાપ વગેરે બીજાં જનાવર.એક પછી એક સામે આવતાં ગયાં. સૌએ ભંભોટિયાને ડોશીની પૂછપરછ કરી.બધાંને ભંભોટિયામાંથી એક જ જવાબ મળતો હતો.‘કિસકી ડોશી, કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ.
આવું સાંભળી સૌ ભંભોટિયા પાછળ ચાલતાં હતાં.
આમ કરતાં કરતાં સમય પસાર થયો.ભંભોટિયો ડોશીના ઘર પાસે આવીને ઊભો રહી ગયો. ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી. ડોશી ઘરમાં જવા ભંભોટિયામાંથી બહાર આવી ગયાં. બધાં જ  જનાવરો તેને ઓળખી ગયાં. સૌ એક સાથે બોલતાં હતાં. ‘ડોશી! તને અમે ખાઈએ. ડોશી! તને અમે ખાઈએ. એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં. 
પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં ગયાં.