Thursday, June 21, 2018

આવો મારી શાળાએ...

"છે સ્વર્ગથીયે વહાલી અમને અમારી શાળા. મા શારદાનું મંદિર અમે એના પૂજવાવાળા."

આ પંક્તિ જ મૂળમંત્ર છે. ખરા અર્થમાં તેને મૂર્તિમંત થયો હોય તેવી એક શાળા. આવી  સુંદર મજાની શાળા એટલે શ્રી શાંતીવન પ્રાથમિક શાળા.મોરબી જીલ્લાનું ઘરેણું કહેવાય એવી શાળા. શાળાના પ્રાંગણમાં પ્રવેશતા જ શાળાની દિવાલોને વાચા ફૂટેલી લાગે. શાળાની દીવાલો આપનું સ્વાગત કરે તેવો જાણે અનુભવ થાય. શબ્દમાં કદાચ ન વર્ણવી શકાય તેવી અદ્વિતિય શાળાને જાણવા અને માણવા શાળાની મુલાકાત તો લેવી જ ઘટે.

આ શાળાને જીવંત બનાવનાર શિલ્પી એટલે મનનભાઈ બુદ્ધદેવ.કવિવરશ્રી રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિ કે, ."તારી હાક સુણી કોઇના આવે તો તુ એકલો જાને રે" ને મનનભાઈ એ જાણે આત્મસાત કરેલ છે.એચટાટ ની યોજનાને આધારે તેઓ આ શાળામાં હાજર થયા. શ્રી મનનભાઇ બુદ્ધદેવ પોતાના સબળ નેતૃત્વના કારણે શાળામાં આમૂલ પરિવર્તન લાવી શક્યા છે.કાયમ માટે હકારાત્મક વલણ સાથે નવતર વિચારોનો અમલ કરી  શાળાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળતા મળી છે.વિદ્યાર્થીઓ પ્રત્યેનો અપાર પ્રેમ, જવાબદારી કે કામ અંગેની નિષ્ઠા સાથે વ્યાવસાયિક સજ્જતા ધરાવતા આ શિક્ષક.કહેવાય કે શિક્ષણ માટે જરૂરી ત્રણેય મુખ્ય બાબતોનો અહી સંગમ થતો જોવા મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં શાળામાં દેખીતો સુધારો થતો જોવા મળે છે.આ સુધારો જોઈ શકાય છે.આ શાળાએ દરેક વર્ષે ઉજવાતા ગુણોત્સવમાં સતત સુધારો કરી આજે ચોક્કસ સ્થાન મેળવ્યું છે.

આ સફળતા માટે મનનભાઈ શાળા પરિવાર અને એસએમસીન સભ્યોને મહત્વ આપે છે.શલાનિ ચોક્કસ અને યોગ્યતા સાથે સર્વાંગી  પ્રગતિ માટે ચોક્કસ વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પડ્યું છે.શાળાના શિક્ષકગણની સંઘભાવના અને કર્તવ્યપાલન પણ આ માટે એટલું જ મહત્વનું હોવાનું સ્વીકારતાં શ્રી મનનભાઈ બુદ્ધદેવ જણાવે છે કે ‘શાળાની મુલાકાતે એક વખત શ્રી વિપુલભાઈ મહેતા આવ્યા.તેઓ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે.એમને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ જોઈ ણે એવા પ્રભાવિત થયા કે એમને શાળા મુલાકાત અંગે એક લેખ લખ્યો.આ શાળાના એ લેખને ગુજરાત રાજ્યની તમામ શાળાઓ સુધી પહોંચાડવા માટે GCERT એ આ લેખને જીવન શિક્ષણમાં સ્થાન આપ્યું. 

આ શાળાને જીવન શિક્ષણમાં સ્થાન મળે એ માટે અનેક કારણો જવાબદાર છે.આ શાળા વર્ષ ૨૦૦૪થી શરૂ થયેલ છે. શાળાના તમામ દફતર,અહેવાલ,પરિપત્રો અને અન્ય તમામ વિગતો ચોક્કસ રીતે જોવા મળે.શિક્ષક તાલીમ દરમિયાન ભૂતકાળમાં ઓપીસ કીપિંગ માટે એક તાલીમ નું આયોજન થયું હતું. જો ઓફીસ કીપિંગ વાત કોઈ એ સમજાવી હોય તો એ માટે આ શાળાની મુલાકાત લેવી જ રહી. આ બધું અરે...બધી જ બાબતો અહીં યોગ્ય રીતે વર્ગીકૃત જોવા મળે છે. શાળાની હાલની તમામ માહિતી પણ કોમ્પ્યુટરાઇઝડ્ જોવા મળે છે. આ શાળાને લગતી દરેક માહિતી તુરંત ઉપલબ્ધ થાય છે. ઇ – સ્વરૂપની માહિતી ખરેખર અન્ય મુખ્યશિક્ષકો માટે પ્રેરણારૂપ છે. શાળામાં થયેલ તમામ પ્રવૃત્તિના અહેવાલ અને ફોટોગ્રાફ પણ કોમ્પ્યુટરાઇઝ જોવા મળે છે.  

પાઠ્યપુસ્તકના લેખન સાથે જોડાયેલ હોવાથી શ્રી મનનભાઈ એ શાળામાં અને નવી સુવિધા કે બાંધકામ વખતે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા - ૨૦૦૫ના સિદ્ધાંતો ને ચોક્કસ ધ્યાનમાં રાખેલ એવું જણાય વગર રહેતું નથી. BALA – Building As Learning Aid યોજના અંતર્ગત શાળાને સુંદર રીતે સર્જનાત્મકતાથી આકાર આપેલ છે. શાળાની બહારથી પસાર થતા બાળકો શાળા તરફ આકર્ષાય તે રીતે કાર્ટુનના ચિત્રો રાખવામાં આવેલ છે. સવારની વૈવિધ્યસભર પ્રાર્થના પણ આવનારને આધ્યાત્મિતાની અનૂભૂતિ કરાવે છે. આ શાળાની ઓફિસમાં સ્થાપનાથી શાળામાં સેવા આપતા બધાં જ શિક્ષકોની નામાવલી તથા તેની સંપૂર્ણ વિગતઆ શાળામાં જોઈ શકાય છે. કહેવાય છે કે સારું કાર્ય કરવા માટે આર્થિક પાસું બાધારૂપ થતું નથી. આ શાળા પણ ગામના લોકો.એસએમસી ના સભ્યો અને સેવા નિવૃત્ત શિક્ષકો દ્વારા  સુવિધાઓ માટે સહકાર આપવામાં આવે છે.

શાળાની દિવાલોને જોઇને એમ થાય કે વિદ્યાર્થીને વર્ગખંડની અંદર જવાની જરૂર શું છે ? તમામ વિષયોને ન્યાય આપતી દિવોલો જાણે અધ્યાપન કરાવતી હોય તેવું દેખાય. જે – તે ધોરણના વર્ગખંડ અનુસાર દિવાલો પર સાહિત્યની પસંદગી અદભૂત છે. પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓને તેમની વયકક્ષા અનુરૂપ દિવાલો પરની ચિત્રાત્મક સ્વરૂપની માહિતી અને ભાષા અને ગાણિતિક સંકલ્પનાઓ સમજાવતા ચિત્રો ધ્યાનાકર્ષક છે. વિજ્ઞાન અને ગાણિતિક સંકલ્પનાઓ અને ભાષા સજ્જતા જેવી થીમ પર દિવાલો તૈયાર કરવામાં આવેલ છે. ઉચ્ચ પ્રાથમિકના વર્ગખંડોની આજુબાજુની દિવાલો પર સાક્ષરી વિષયોના શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણનું ધ્યાન રાખવામાં આવેલ છે. દિવાલો ઉપર  સ્પોર્ટસ, સંગીત, યોગ, જીવન કૌશલ્યો જેવા વિષયોનેની વિવિધ માહિતી સુંદર રીતે રજુ થઇ છે.આ શાળાની ખાસ બાબત એ નોધી શકાય કે શાળા પુસ્તકાલયના બધા જ પુસ્તકો ણે અહી કક્ષા અનુસાર વહેંચેલા છે.એવું કહેવાય કે દરેક વર્ગખંડમાં પુસ્તકાલય છે.દરેક વર્ગમાં વિદ્યાર્થીનો વયકક્ષા અનુસાર પુસ્તકો રાખવામાં આવેલ છે. આવું કરવાથી બાળકો મોટી સંખ્યામાં પુસ્તકોનો ઉપયોગ કરતાં થયાં છે.શાળાની  ફરતે જ્યાં નજર પડે કે જગ્યા વધેલી હોય ત્યાં વિદ્યાર્થીઓ માટે કાયમી રસપ્રદ, જીજ્ઞાસાપ્રેરક આકૃતિઓ અને ગાણિતિક કોયડાઓ એ રીતે તૈયાર કર્યા છે કે જે કાયમી નવા જ લાગે. 

આપનો દેશ અનેકતામાં એકતા દર્શાવે છે.આ જ કારણે કદાચ આ શાળાની દીવાલો વૈયક્તિક ભિન્નતા, ભાષા અને જાતિ,ધર્મ અને સામાજિકતા સમજાવી શકાય તે રીતે તૈયાર કરેલ છે. દિવાલો પરનું લખાણ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં છાપેલું જોવા મળે છે. જે વિદ્યાર્થીઓ ને ભાષાના વિવિધ કૌશલ્યો માટે સરળતાથી સહયોગ કરે છે. દિવાલો ઉપર પુરૂષ વિવિધ મહાનુભાવોની તાઇલ્સ્મા છપાયેલ છબી.આ છબીની નીચે છપાયેલ વિગત અને સાથે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર કેટલીય મહિલાઓની વિગતો ટાઈલ્સ ઉપર છપાયેલી અને બાળકો તેનો ઉપયોગ કરતા હોય તેવી જોવા મળે છે.બાલ્કેન્દરી શાળા હોઈ આ શાળાની વિવિધ સુવિધાઓ વિદ્યાર્થીની ઉંચાઇને ધ્યાનમાં રાખી ગોઠવણ કરવામાં આવે છે. આમ, શિક્ષણમાં સમાવેશનની સંકલ્પના પણ આ શાળાની દીવાલો ધ્વારા સ્પષ્ટ થાય છે. 

વિવિધ રંગથી રંગાયેલી અને ચોક્કસ પેટન ને આધાર રાખી કેટલીક ખાસ બાબતો તૈયાર કરવામાં આવી છે. વિવિધ રંગ અને તેની અનેક ત્રાહ ધ્વારા શાળા રંગબેરંગી લાગે છે. આવી રંગીન દીવાલો કે કેટલોક ભાગ શાળાને વધારે આકર્ષક બનાવે છે.આ શાળામાં બનાવેલ Mystery Wall પણ નિયમિત ઉપયોગમાં આવે છે.આ માટે શાળાના શિક્ષકો આ વોલ સાથે રાખી અમલી બનાવી શકાય તેવી વિવિધ પ્રવૃત્તિ કે આયોજન કરવામાં આવે છે.એવી રમતો,શરીરના અંગો,અવાજની ઓળખ,અવલોકન અને અન્ય એવી કેટલીય કૌશલ્ય વર્ધક બાબતો ધ્વારા આ કામ સરળતાથી આ વોલ ધ્વારા કરી શકાય તેવું આયોજન કરેલ છે.આ શાળામાં બનાવવામાં આવેલ Amphitheatre ચોક્ખું અને છતાય રોજબરોજ વિવિધ પ્રવૃત્તિમાં વપરાતું જોવા મળે છે. આ શાળાની છત હોય,તળિયું હોય કે શાળાની દિવાલો હોય.

અહી દરેક તબક્કે જાને દીવાલ નહીં શાળાનો દરેક ખૂણો જાને પોતે પોતાનો પરિચય આપે છે.ચિત્રો ધ્વારા આપવામાં આવેલી વિગત એવી સરળ રીતે રજુ કરવામાં આવી છે કે એ ચિત્રને જોઈ સમજવામાં બાળક ણે તેનું ધોરણ આડું ન આવે.અહી દરેક પોતાની સમાજ મુજબ કામ કરી શકે,સમજી શકે તે રીતે શાળાને તૈયાર કરવામાં આવી છે.શાળામાં ખાસ કરીને દરેક તબક્કે પર્યાવરણનું જતન,રક્ષણ અને સંવર્ધન માટે વિશેષ આયોજન થાય છે.સ્વચ્ચાતા માટે શાળાના શિક્ષકો પહેલ કરે છે.આ કામ ણે બાળકો રોજ સુઓએરે નિભાવે છે.એ વાત ચોક્કસ કે અહીં સફાઈ માટે શિક્ષકો પોતે પણ જોડાય છે.સાથે ગંદકી ન થાય તે માટે જાતે જાગૃત રહી વિદ્યાર્થીઓ ણે એ માટે કેળવે છે.ચોખ્ખાઈ અને સ્વચ્ચાતા માટે અહીંથી જ તેમનું વલણ ઘડતર થાય તેવા પ્રયત્નો શાળા ધ્વારા કરવામાં આવે છે. શાળા સંચાલન અને તેની સાથોસાથ સ્વચ્છતા અને રાષ્ટ્રીયતાના મૂલ્યોને અહીં વિશેષ મહત્વ આપવામાં આવે છે. ચાલવા માટે બનાવવામાં આવેલ flooringનો પ્ન અહિન વિશેશ ઉપયોગ કરવમા આવે છે.અહિ વિદ્યાર્થીઓ તળિયા ઉપર લખી શકે તે રીતે તેનું પ્લાસ્ટર કરવામાં આવેલ છે.આમ ખૂબ જ મોટી સ્લેટ આ શાળામાં ઉપલબ્ધ છે.આવી નવતર સ્લેટ નો અહી નિયમિત ઉપયોગ થાય છે.આ બાબતે ચર્ચા કરતા શ્રી મનનભાઈ એ જણાવ્યું કે,નાની ઉંમરના બાળકો સારા અક્ષર કરી શકે તે માટે તેમને મોટા અક્ષરે લખી શકે તે માટે આ જગ્યા ઉપલબ્ધ છે.અને આ શાળાના વિદ્યાર્થીઓના અક્ષર એટલે જ કદાચ ખૂબ જ સારા જોવા મળ્યા.શાળાનું તળિયું લખવા ઉપરાંત અંકો અને અક્ષરોની ઓળખ માટે  શાળાએ તળીયાનો ઉત્તમ ઉપયોગ કર્યો છે.

આપને એ જણાવવું જરૂરી છે કે મોરબી ટાઈલ્સના વ્યવસાય માટે વિશ્વમાં પોતાની ઓળખ ધરાવે છે. Vitrified Tiles ઉત્પાદનમાં આ શહેર પોતાનીછાતા સાથે કાયમ આગવી હરોળમાં જોવા મળે છે.શ્રી મનનભાઈ બુદ્ધદેવ ધ્વારાશહેરની ઓળખને શાળાની ઓળખ સાથે જોડાવાનું એક વિશેષ કાર્ય કરવામાં આવેલ છે. શાળામાં ખાસ પ્રકારની ટાઈલ્સ ઉપર મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોનાં ચિત્રો તૈયાર કરી મુકેલ છે.સાથે વિશ્વમાં આપણા દેશને અનોખી ઓળખ આપનાર શ્રી વિક્રમ સારાભાઇ, સી. વી. રામન અને હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો અંગે ટૂકી વિગત સાથે લખેલું છે. આ ઉપરાંત સ્વામિ વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, દુલાકાગ, ઓમકારનાથ ઠાકુર, ગીજુભાઇ બધેકા, સલીમ અલી, મીરાબાઇ, નરસિંહ મહેતા સમાજ સેવકો કે અનેકવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વિભૂતિઓ અંગે પણ દીવાલમાં મઢેલી ટાઈલ્સ વડે જોઈ શકાય છે. 

ડગલે ને પગલે અધ્યયન થતું હોય.સતત પ્રેરણા અને ઉર્જા પ્રાપ્ત થતી હોય તેવી આ શાળાની એક વખત મુલાકાત લેવી સૌને ગમશે જ.કારણ આ શાળામાંથી બહાર નીકળતાં સૌ ણે ગમે એવું એક વાક્ય છે.’ રે...બાલુડાં ! હસતાં જા... જો...

શ્રી મનનકુમાર બુદ્ધદેવ 
શ્રી શાંતીવન પ્રાથમિક શાળા.
તાલુકો:મોરબી જીલ્લો:મોરબી 
મોબાઈલ:૦૯૮૭૯૮૭૩૮૭૩ 
Post a Comment