Sunday, November 26, 2017

દવા અને જીવન


એક ડોક્ટર હતા.
હંમેશાં ખુશ રહે.
એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કેતું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?
ડોક્ટરે જવાબ આપ્યો કે, મારી દવા ઉપરથી હું જિંદગી જીવતા શીખ્યો છું દવા ખાઈને નહીં પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને!ડોક્ટરે મતલબ સમજાવ્યો કે, આપણા મોઢામાં ચોકલેટહોય તો આપણે ચગળ્યા રાખીએ છીએ અને દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે ઉતારી દઈએ છીએ.બસ આવું જ જિંદગીનું છે !ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને ચગળ્યા રાખવાનુ.
#jivan
Post a Comment

ગંદો માણસ