Saturday, October 24, 2020

વિઝન 2020નું મહત્વ...
આજે સમગ્ર દુનિયા એક સાથે આગળ વધી રહી છે. વિકાસ માટે સૌથી મહત્વનું કશું હોય તોનાએ છે આધુનિક ટેકનીક અને ટેકનોલોજી. આ કારણે વિશ્વ આજે નાનું બની ગયું છે. કહી શકાય કે વિશ્વ આજે મોબાઈલમાં સમાઈ ગયું છે. આ તો થઈ આધુનિક ટેક્નોલોજીની વાત. આજે આપણે વાત કરી રહ્યા છીએ અબ્દુલ કલામના વિઝન 2020ની

ભારત દેશના એક એવા રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રપતિ તરીકે તો સફળ રહ્યા જ હતા. છતાં જો તે રાષ્ટ્રપતિ ન બન્યા હોત તો પણ તેઓ ભારત માટે તો ભારત રત્ન જેટલું જ મહત્વ ધરાવતા હોત. એક ગામડાના, ગરીબ મુસ્લિમ પરિવારના બાળકે એક વૈજ્ઞાનિક તરીકે એટલું બધું કામ કર્યું,દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવી મજબૂતી અપાવી કે તેઓને ભારત રત્ન દ્વારા બહુમાન કરવામાં આવ્યું. રાજકીય રીતે વડાપ્રધાન પદે બેઠેલ વ્યક્તિઓ એ પોતાની સરકાર હોય,પોતે વડા પ્રધાન હોય અને ભારત રત્ન બની બેઠા હોય. એક વડાપ્રધાને તો ભારતમાં આવા પદ્મ પુરસ્કારોનો વિરોધ કરી તેમના કાર્યકાળમાં આવા સન્માન જે અંગ્રેજોની ગુલામીનું સ્વરૂપ આપી બન્ધ કરાવી દીધા હતા. જો કે આ બંધ કરનાર સ્વ. મોરારજી દેસાઈને ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત કરવાનું ગૌરવ મળ્યું હતું. આજે જ્યારે આપણે અબ્દુલ કલામના વિઝન અંગે વાત કરી રહ્યા છીએ. અહીં એક વાત એ કરવી જરૂરી છે કે રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી નિભાવવાની શરૂઆત પછી પ્રથમ બાળ દિને રાષ્ટ્રપતિ તરીકે સમગ્ર દેશમાંથી દરેક રાજ્યના 10 બાળકો અને બે શિક્ષકોને પસંદ કરી રાષ્ટ્પતિ ભવનમાં નિમંત્રીત કરવામાં આવ્યા હતા. આ વખતે ગુજરાતમાંથી શ્રી જયેશ પટેલ(રાજ વિદ્યાનગર પ્રાથમિક શાળા,કાંકરેજ.બનાસકાંઠા) અને શ્રી દિનેશ દેસાઈ(ના. શાસણાધિકારી AMC)ની પસંદગી થઈ હતી.ત્યારે  રાષ્ટ્રપતિ ભવનમાં આખો દેશ અને દેશના પ્રતિભાવાન બાળકોને પસંદ કરી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાપન થયું તે પછી કલામ સર દ્વારા દેશના પ્રતિભાશાળી બાળકો પોતાની પ્રતિભા રજૂ કરે. તેમની રજૂ થયેલ પ્રતિભાને દેશ વિદેશ આગળ રજૂ કરી શકાય અને આ બાળકોની વ્યક્તિગત ઓળખ ઉભી થાય તે માટે એક ફાઉન્ડેશનની રચના કરવાનું વિચાર્યું. 

આ માટે સમગ્ર દેશ અને દુનિયાના ગ્રાસરૂટ ઇનોવેશન ગુરુ,સૃષ્ટિ અને હનીબી નેટવર્કના સ્થાપક અને સંયોજક પદ્મશ્રી અનિલ ગુપ્તા. એમની સાથે  અમેરિકા સામે આંતર રાષ્ટ્રીય કોર્ટમાં કેસ લડી લીમડો અને હળદરની પેટન ફરી ભારતના ખાતામાં પરત લાવનાર પ્રબુદ્ધ વૈજ્ઞાનિક અને પદ્મ ભૂષણ ડૉ. આર. માશેલકર દ્વારા નેશનલ ઇનોવેશન ફાઇન્ડેશનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા સમગ્ર દેશમાંથી બાળકો,ખેડૂતો,ઉદ્યોગ જૂથો,ઇજનેરો અને શિક્ષકો સાથે મળી તેમના નવ વિચારોને શોધવાનું અને તેને પ્રસ્થાપિત કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વારા અત્યાર સુધીમાં  40 કરતાં વધારે શોધાયાત્રાઓ કરવામાં આવી છે. વાંચકો ને એ સ્પષ્ટ કરું કે જ્યારે શિયાળામાં ઠંડી પડે ત્યારે ઠંડા પ્રદેશમાં, જ્યારે ગરમી પડતી હોય ત્યારે ગરમ પ્રદેશમાં અનિલ ગુપ્તા શોધાયાત્રાઓ કરે છે. આ યાત્રામાં ખાસ વ્યક્તિઓ દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં વિશેષ કાર્ય કરનાર માટે અનિલ ગુપ્તા સાથેની મુલાકાત પછી જાણે એ વિચારકનું જીવન બદલાય છે. તેમાંય તેના કામની નોંધ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચે છે. આ પછી મીડિયા અને અન્ય માધ્યમ દ્વારા આ વ્યક્તિના કામની પ્રશંશા થાય છે. આપણા જિલ્લામાં પ્રથમ પદ્મશ્રી અપાવનાર ગેનભાઈ પટેલને પણ સૃષ્ટિ સંસ્થા દ્વારા સૃષ્ટિ સન્માન આપવામાં આવ્યું. આ સન્માન પછી બે ત્રણ વર્ષમાં ગેનાજી પટેલ ને પદ્મ પુરસ્કાર વડે ભારત સરકારે સન્માનિત કર્યા. આવા તો અનેક વ્યક્તિઓ ને સૃષ્ટિ સન્માન મળ્યું. આ સન્માન પછી કેટલાય વિશેષ કાર્ય કરનાર ને પદ્મ પુરસ્કાર મળ્યા. આમ અનિલ ગુપ્તાની દિર્ગ દૃષ્ટિ દ્વારા છેવાડાના માનવી અને યોગ્ય કાર્યકર ને સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા. 

આ જ બાબત સૃષ્ટિ સંસ્થાન ને વૈશ્વિક રીતે અનોખી ઓળખ ઉભી કરવામાં સફળતા મળી છે. આ લખનાર ને પણ વર્ષ: 2015 માં સૃષ્ટિ સન્માન વડે સન્માનિત કરવામાં આવેલ છે. આ સન્માન મને મારા નોંધાયેલ વર્લ્ડ રિકોર્ડ કરતાં પણ વધારે મહત્વનું લાગે છે. અહીં સરળ ભાવે એ લખીશ કે આપણા જિલ્લામાં સૃષ્ટિ સન્માન બે જ વ્યક્તિને મળ્યું છે. જેમાં એક ગેનાભાઈ પટેલ(લાખણી) અને બીજું સન્માન શિક્ષણમાં ઇનોવેશન માટે મને મળ્યું છે. આ બધું શક્ય બન્યું NIF દ્વારા અને તેય ખાસ કલામ સરના વિઝન 2020 ને કારણે.નાના શહેરના બાળકો આ કારણે આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ હોંસલ કરી રહ્યા છે. અબ્દુલ કલામ સર સદેહે હયાત હતા ત્યારે ઇજ્ઞાઇટ એવોર્ડ આપતો હતો. આ એવોર્ડ અત્યારે કલમ સરના દેહ વિલય પછી એ.પી.જે. અબ્દુલ કલામ ઇજ્ઞાઇટ એવોર્ડના નામથી અપાય છે.

આ બાળકોના ઇજ્ઞાઈટ એવોર્ડ છેલ્લા 9 વર્ષથી અપાય છે. આ વર્ષે કોરોના ને કારણે આ યોજના અંતર્ગત બાળકો સુધી બહોળી સંખ્યામાં ન પહોંચી શકવાને કારણે 10 હજાર બાળકોએ પોતાના વિચારો ઓન લાઈન રજૂ કર્યા. આ વિચારો પૈકી આ વર્ષે કુલ 15 બાળકો આ એવોર્ડ માટે પસંદ થયાં. 


અહીં બનાસકાંઠા જિલ્લા માટે એક ગૌરવ લેવા જેવી બાબત એ છે કે જિલ્લામાં અત્યાર સુધી ત્રણ બાળકોને ઇગ્નાઇટ પુરસ્કાર મળી ચુક્યા છે. જેમાં જિલ્લાને પ્રથમ વખત આ બહુમાન અપાવનાર નિલેશ હેમાણી (2017) ને ફોર વિલર ગાડીના નવ વિચાર માટે આ સન્માન મળ્યું હતું.


પાલનપુરના નિર્જર દવે ને (2018)માં બીજ રોપવા માટેની સરળ મશીનરી બનાવવા માટે આ સન્માન મળ્યું હતું.ચાલુ વર્ષ 2020માં ચાર્મી પંડ્યાને દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખુરશી બનાવવા માટે આ પુરસ્કાર મળ્યો. આવા નાના બાળકોને રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ એવોર્ડ મળે. સાથે તેમના વિચાર આધારિત વૈશ્વિક પેટન પણ આપવામાં આવે છે. આ બધું શક્ય બન્યું કલામ સાહેબના વિચારોનો અમલ કરવાથી. આવા બાળકોને શોધવા દર વર્ષે 50 થી 60 હજાર બાળકો સાથે કાર્યશાળાનું આયોજન કરવામાં આવતું.આ 50 કે 60 હજાર બાળકો પૈકી 30 વિચારો પસંદ થતા હતા.આ વખતે કોરોના ને લીધે 10 હજાર વિચારોમાંથી 15 બાળકો પસંદ થયાં. એ પૈકી 9 બાળ વિચારકોને એવોર્ડ,સન્માન અને પેટન આપવામાં આવશે. જ્યારે 6 બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. દર વર્ષે 15 ઓક્ટોબર એટલે કે કલામ સરના જન્મ દિવસે આ એવોર્ડ માટે પસંદ થયેલ બાળકોના નામની જાહેરાત કરવામાં આવે છે.

આજે જ્યારે શિક્ષણ મેળવવાને નામે બાળકોનું ભવિષ્ય ગોખવામાં જ ગુંચાયેલ રહે છે ત્યારે આવી સંસ્થા દ્વારા બાળકોને જીવનમાં આગળ વધવા માટે પેટન સાથે સન્માન આપવામાં આવે છે. આવા અનેક બાળકો સાથે આ લખનાર સીધા જોડાયેલ છે. આવા બાળકો અંગે ફરી ક્યારેક બીનોવેશન માં લખીશું એ નક્કી. પણ, આજે સમગ્ર દેશમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરનાર અને તેમની આગવી ઓળખ ઉભી કરવા સતત સક્રિય પદ્મશ્રી અનિલ ગુપ્તા, સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશન અને હની બી નેટવર્કના સ્થાપક અને NIF જેવી વૈશ્વિક સંસ્થાનના સ્થાપક સભ્ય પૈકી એક અનિલ ગુપ્તા ના સતત પ્રયત્નોથી આવા છેવાડાના વ્યક્તિઓ વૈશ્વિક ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે ત્યારે બીનોવેશન કોલમના વાંચકો તરફથી હું આવી અદભૂત સંસ્થાન અને તેના સ્થાપક સભ્યો ઉપરાંત સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી શ્રી રમેશ પટેલ,શોધયાત્રાના કો.ઓર્ડીનેટર ચેતન પટેલ,એનઆઈએફના ડાયરેકટર બિપિન કુમાર સહિત સૌનો આભાર માની આ કોલમ દ્વારા દેશના વિકાસમાં સહયોગી બનનાર અને સૌને તેમની પ્રતિભા મુજબ સન્માન આપવામાં અગ્રગણ્ય કલામ સરની વિઝન ડોક્યુમેન્ટેશન અને તેના સુચારુ અમલી કરણ કરનાર સૌને બીનોવેશન કોલમ તરફથી આભાર વ્યક્ત કરું છું.સૃષ્ટિના આધાર સ્થંભ અને સૃષ્ટિ દ્વારા આયોજિત શોધયાત્રાના કો.ઓર્ડીનેટર તરીકે તેઓ જવાબદારી નિભાવે છે. બાળકો બીજા કરતાં તદ્દન નવા જ વિચારો રજૂ કરે છે. આ માટે બાળકો સાથે આ વખતે પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વારા 'ચલો આવિષ્કાર કરે' નામે ઓન લાઈન કાર્યશાળાનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના નવ સર્જકો આ સંસ્થાને પોતાનો પરિવાર માની અનેકો સુધી આ વિચાર ફેલાવી રહ્યાં છે
.

ચેતન પટેલ

કો.ઓર્ડીનેટર. શોધયાત્રા.

સૃષ્ટિ ઓરગેનાઇઝેશ,અમદાવાદ.


પેટન કરવામાં અમેરિકા સૌથી આગળ છે. ભારતની વસતી ને આધારે વધુ પેટન નોંધાય એવો એક હેતુ રહેલો છે.NIF, સૃષ્ટિ, હનીબી નેટવર્ક દ્વારા મિશનમોડમાં આ કામ ચાલી રહ્યું છે. આશા છે ભવિષ્યમાં આપણ ને આ અંગે ચોક્કસ પરિણામ મળશે. આપણો દેશ પણ અનેક પેટન નોંધાવી વિશ્વમાં આ ક્ષેત્રમાં નામના હોંસલ કરશે.

શ્રી રમેશ પટેલ.

સેક્રેટરી, સૃષ્ટી ઓર્ગેનાઇઝેશન.

અમદાવાદ.

સર્જકો ઉજ્જવળ કડી છે.એમના દ્વારા દેશ વિશ્વગુરુ બને તે નિઃસંદેહ બાબત છે.જે આપણાં માટે,આપણાં અને દેશ માટે ગૌરવ  સમાન બાબત છે.

Friday, October 23, 2020

બિહાર ચુનાવ:ગુજરાત પેટા ચુનાવ...

यहाँ हर डाल पे उल्लू बैठे हैं,

एक उल्लू दूसरे की डाल काटता हैं।


કોરોના વાયરસ: અંતર અવાજ અને બિહાર ચુનાવ:

હકીકત સામે કારણ વગરનું એક કારણ રાજ કારણ.


અત્યારે ગુજરાતમાં ઉપ ચુનાવ અને બિહારના વિધાનસભા ચુનાવ ને કારણે ટીવી ચેનલો વાળા ને સુશાંતસિંહ રાજપૂત અને એ પછી પુલવામાં થી થોડી રાહત આ બિહારની ચૂંટણી  થકી મળી. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા ની ચૂંટણી 3 મહિના પાછી ઠેલી. સરકારે આ માટે કોરોના કારણ આપ્યું. ગભરાવું નહીં, ચૂંટણી તો 3 મહિના પછી પણ થશે. ગુજરાતમાં ભાજપને પેટા ચૂંટણીમાં વકરો એટલો નફો છે. કારણ આ આઠેય સીટ કોંગ્રેસે જીતી હતી. કોગ્રેસજીતી અને પછી આઠ નેતાઓએ રાજીનામુ આપ્યું. આ આઠ રાજીનામાં પડ્યા એટલે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી રાજ્યસભામાં હારી ગયા. પછી એ તો કોરોનામાં સપડાયા.  આ કોંગ્રેસના જીતેલા આઠ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું. ભરતસિંહ સીધા કોરોનામાં ગયા. જ્યારે શક્તિસિંહ અને ભરતસિંહને હરાવવા આઠ ધરાસભ્યોના અંતરના અવાજને સાંભળી તેમની પાસે રાજીનામું અપાવી નરહરિ અમીન જીત્યા. આ અંતરનો આવાઝ આ આઠ સભ્યો સાંભળે એ માટે કેટલા વોલ્ટ(નોટ ન વાંચવું) નરહરિ અમીને ખર્ચ્યા એ તો મને ખબર નથી. હા,વાત તો 80 થી 110 રૂપિયાની થઈ હતી. અરે! રૂપિયા આગળ કરોડ વાંચી લેજો એટલે મારી ભૂલ સુધરશે. 80 થી 110 કરોડ રૂપિયા અંતરનો અવાજ સંભળાય સંભળાય તે માટે નરહરી અમીને દાન કર્યું હશે. આયોજન પંચના ઉપાધ્યક્ષ કરતાં રાજ્ય સભામાં 80 થી 100 પરત આવવાની શક્યતા વધારે હશે.  હશે. મને શું ખબર. પણ, આ નેતાઓ કહે છે કે, ભારત સરકારના નાણાંમંત્રી એ બિહારમાં 22 તારીખે એટકે કે કાલે જાહેર કર્યું કે મારા અંતર અંતરાત્માનો અવાજ છે કે,બિહારના અંતર આત્માનો  આવાઝને સાંભળી સાંભળી ને ભાજપ દ્વારા બિહારના દરેક નાગરિક કે બિહારના દરેક લોકોને કોરોના વેકસીન મફતમાં આપવાનું વચન પત્રમાં જાહેર કર્યું છે. આ જાહેરાત બિહાર ભાજપા દ્વારા કરવામાં આવી. સાથે ધોરણ:9 માં ભણતાં બાળકોને લેપટોપ ભણવા આપવા માટેની જાહેરાત પણ ચુનાવ ઘોષણા પત્રમાં કરી. આ જાહેરાતને આધારે બિહારનું રાજકારણ ગરમાયુ છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ પ્રસાદના પુત્ર. નીતીશ સરકારના પૂર્વ ઉપ. મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું. આ વેકસીન વેચીને મત ભેગા કરે છે. મહામારીને નાથવાને બદલે તેની રસીનો ઉપયોગ રાજકારણ માટે અને મત  દારને લોભવવા માટે કરે છે.આજ બિહારની ચૂંટણીમાં જાહેર સભાનું કશુંક જુદું જ છે. 


અહીં કેટલાક નેતાઓની સભામાં કાર્યકરો વધારે હોય છે. ભાજપ અને JDU ના મોટા નેતા હોય તો લોકો કે કાર્યકરો આવે છે. રાષ્ટ્રીય જનતા દળ એટલે કે લાલુ પરિવારની પાર્ટી માં જ્યાં ગુંડા કે ગુનેગારને ટિકિટ મળી છે ત્યાં સભા મોટી ભરાય છે. પણ એક વાત જે મને જાણવા મળી છે. એ વાત જાણે એમ છે કે ભાજપના ચૂંટણી સ્થળે બંધાયેલ મંડપમાં કેટલીક સભામાં નેતા મંડપમાં વધારે અને સાંભળનાર ઓછા છે. ભાજપ નીતીશ કુમારને ટેકો આપી ચૂંટણી લડે છે. એટલે JDU ના મંડપમાં CM(કોમન મેન નહીં) જેટલો દબદબો અને કોરોના સામે માસ્કનો પણ દબદબો જોવા મળે છે.

બિહારની ચૂંટણીમા મૉટે ભાગે ભાજપની જાહેર સભામાં મોટાભગના મંદાપિયા નેતાઓ માસ્ક વગર જ દેખાયા. હશે, પણ આ રસી બિહારને પહેલા મળે ને ગુજરાતને છેલ્લે મળે તો ચાલશે. પણ રસી આવે એ જરૂરી છે. દરેકના ખાતામાં 15 જમા થશે. આવું એક વચન કે અમિત શાહે કહ્યું હતું એવો આ જુમલો રસી માટે બિહારમાં થશે જ. ચૂંટણી સમયે રસી આવી નથી તો બોલવામાં શું વાંધો એમ વિચારી લીધું. આવું વિચારીને સીધા એને પ્રચાર સાહિત્યમાં પ્રકાશિત પણ કરાયું. આજે બિહારમાં ચુનાવ ગોશણા પત્ર જાહેર થયું. એનો અર્થ એવો થાય કે કદાચ આ રાશિનું રાજ કારણ ઉભું કરવા આઇટી સેલ દ્વારા અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હોય. જે આજે જાહેર થયું હોય એમ બને. આ લખાય છે. ભાજપના આ નિર્ણય સામે વિપક્ષના નેતાઓ રાજ્યપાલને મળવા સમય માંગી ચુક્યા છે. આપ વાંચતા હશો ત્યારે રાજ્યપાલે શું કહ્યું તે ટીવીમાં આપ સમાચારમાં જોતા હશો.

.હવે વિચારો...કોરોના જેવી મહામારી સામે રસી આવી જ નથી તોય આવું વચન. કહેવાય છે ને કે 'વચને કીમ દરિદ્રતામ' પણ સરવાળે આ મજાક કખેવાય. સમજો... લાખોને રોજગાર અને અનેક વિકાસના વાયદા વચ્ચે ચિરાગ પાસવાન પાછા રામવિલાસ પાસવાનની ક્રિયાકર્મ પતાવી અમિત શાહના હનુમાનના બદલે અભિભાવક સુધી પહોંચ્યા છે. એ પાછા કેન્દ્રમાં ભાજપ સાથે છે પણ બિહારમાં ભાજપ સાથે ચૂંટણી લડ્યા નથી. કારણ એમને નીતીશ કુમાર ગમતા નથી. હૈદરાબાદના ઓવેસી પણ મુસ્લિમ બહુમત ધરાવતી કેટલીય સીટમાં ઉમેદવાર ઉભા રાખશે. લડશે ભાજપ સામે. પણ,મુસલમાનના મત તોડવી ભાજપના વિરોધી ઉમેદવારને લાભ અપાવશે.2014 માં ઉત્તર પ્રદેશમાં જ્યારે ભાજપે અડદ સીટો જીતી ત્યારે જ્યાં જ્યાં થી ઓવેસી એ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા ત્યાંથી ભાજપના ઉમેદવાર ઓછી તો ઓછી પણ લીડ લઈ ને જીતી ગયા હતા. બિહારમાં એવું બને. આ માટે કોણે કોનો અંતર આત્માનો જવાબ સાંભળ્યો એ સમજવું મારા વાચકોને જરાય જરૂરો નથી. પરિણામ પછી ચોક્કસ ખબર પડી જશે.

અંતમાં ગુજરાત પેટા ચૂંટણીની વાત કરીએ તો 8 ભલે કોંગ્રેસની હતી. તે પૈકી 5 તો હવે કોંગ્રેસ માંથી ભાજપમાં આવી ચૂંટણી લડે છે. આ પાંચ જગ્યાએ સ્થાનિક નેતાઓ અને જે છેલ્લે ભાજપના નામે હાર્યા અને આ ભાઈ કોંગ્રેસથી જીત્યા હબે ભાજપમાં જીતશે. અંતરાત્માનો અવાજ તો ગઈ વખતે ભાજપમાંથી હારેલા ઉમેદવારનો સંભળાવો પડે. જે 3 જગ્યા એ પક્ષપલટુ ને ટિકિટ આપી નથી ત્યાં કોંગ્રેસના એ અંતરાત્મા વાળા ભાજપ ને જીતાડશે. 


એક આવી વાત પણ છે. બિહારનો વિરોધ પક્ષ 11 લાખ જેટલી એવી જગ્યાઓ જે વર્ગ એક અને બેની અથવા એવી જ મહત્વપૂર્ણ જગ્યાઓ છે. આ સવાલના જવાબમાં આ સીટો ન ભરવા માટે જવાબ આપતા 15 વર્ષથી મુખમંત્રી તરીકે સરકારના વડા નીતીશ કુમારે કહ્યું કે ' એમને ચૂકવવા પગાર ક્યાંથી લાવવો.આ જવાબ વિરોધ પક્ષ આપે અને જો વિરોધ પક્ષ મજબૂત હોય તો કહેવાય કે તમે સરકારમાં આવો તો આ જગ્યા ભરજો. એ બિહારમાં શક્ય નથી. એ નક્કી કે બિહારમાં NDA ની સરકાર ટેકા વગર શક્ય નહીં બને એ નકકી.


સુશાંત સિંહ નો પ્રચારમાં હજુ ઉછાળો આવ્યો નથી. કહેવાય છે કે સ્ટાર પ્રચારક સન્ની દેઓલ જ્યારે પ્રચારમાં આવશે ત્યારે આ મુદ્દો ઉછળશે. સ્ટાર પ્રચારક તરીકે સન્ની દેઓલ ચૂંટણીના છેલ્લા સમયમાં આવશે. એ પહેલાં બીજા પ્રચારકો થોડી શુશાંતની વાત ઉછળતા રહેશે. થોડું ઉછાળી IT સેલ આધારિત રિપોર્ટ ને આધારે આ મુદ્દો ચૂંટણી માટે ઉપયોગી કે નહિતે નક્કી થશે. 

ગુજરાત પેટા ચૂંટણીમાં ભાજપને વકરો એટલો નફો.4 સીટ જીતવાનો વિશ્વાસ.

Thursday, October 22, 2020

કોરોનામાં ભૂલ શું થાય છે...
કોરોના 

અને કલ્પના...

મહામારીમાં મૂર્ખતા ભરેલી માન્યતાઓ.માત્ર માસ્ક પહેરવાથી બચી શકાય એમ હોય તો સરકાર બધાંને મફત માસ્ક આપી આ મહામરીને હંફાવી શકે. પણ, માસ્કથી બચી જ શકાય એમ કહેવા કરતાં એમ માનવું કે માસ્કથી બચવાના ચાન્સ વધી જાય છે.

અત્યારે દરેક વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછો પચાસ વખત એક શબ્દ બોલતો હશે. આજ શબ્દ આટલી જ વખત વાંચતો કે સંભળાતો હશે. આમ જોવા જઈએ તો ચીનમાં ડિસેમ્બર 2019 થી શરૂ થયાનું કહેવાતો આ વાયરસ આધારિત એકદમ નવો જ રોગ દેખાવાની શરૂઆત થઈ. આજે આ લખાય છે ત્યારે કોરોના શબ્દથી આપણને પરિચિત થયાને દસ મહિના જેટલો સમય થઈ ગયો છે. આપણા દેશમાં કોરોના આધારિત વ્યવસ્થા તંત્ર માર્ચ 2020 થી અમલી બન્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વૈચ્છીક ઘરેથી ન નીકળવાની અપીલ પછી ક્રમશઃ આપણે પાંચ વખત લોકડાઉનના વિવિધ તબક્કા આપણે જોઈ ચુક્યા છીએ. આટલી પ્રાથમિક જાણકારી પછી જે વાત છે એ તરફની કેટલીક બાબતો અંગે આજે જોઈએ.


કોરોના વાયરસ ચામાચીડિયા થકી ફેલાયની વાત થતી હતી. આ સાથે ચીન દ્વારા વિશ્વ ઉપર પોતાની પકડ વધુ મજબૂત કરવા એક અમાનવીય પગલું ભર્યું.ચીન દ્વારા આ વાયરસ લેબોરેટરીમાં બનાવ્યો હોવાની વાત પણ ચાલે છે. આપણે એ વાત કે એના પાછળની બાબતોમાં ચંચુપાત ન કરતાં કેટલીક એવી બાબતો અંગે અહીં ચર્ચા કરીએ.કોરોના સામે આપણે મજબુત બની ઉભા રહી શકીએ એ જરૂરી છે. આ માટે આપણે જ જીવન શૈલીમાં યોગ્ય ફેરફાર કરવો પડે.


આજે તો આપણ ને કેટલીક એવી વસ્તુઓની જાહેરાત જોઈએ છીએ. આ જાહેરાતમાં  એન્ટી વાયરસ કે કોરોનાના ડરને કેશ કરી લેવા  ઉત્પાદકો સીધા છેતરી રહ્યા છે. કોરોના પહેલાં દીવાલોની માત્ર ચમક માટે ઉપયોગી ડિસ્ટમ્બર કલર આજે વાયરસને મારી નાખે એવી જાહેરાત આવતી થઈ છે. પંખા, કપડાં, ખાવાપીવાની સામગ્રી અને એવી કેટલીય બાબતો આજે કોરોના ને નામે ડર ઉભો કરી વેપાર કરવામાં કોઈ ને જરાય શરમ આવતી નથી. માત્ર કોરોનાની રસી બની નથી એ વાતનો ડર બતાવી બધા જ લોકો,વેપારીઓ,નેતાઓ અને સંસ્થાઓ પોતાની રીતે પોતાની વાત મનાવી ડર સાથે ધંધો કરી રહ્યા છે. 


કોરોના સામે લડવા માટે બે ગજનું અંતર,માસ્ક અને સતત હાથ ધોવાની જાહેરાત થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. આ રીતે કોરોના સામે લડી શકાય અને જીતી શકાય છે. આમ છતાં નમાસ્ક,હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ દ્વારા બચી શકાય છે.આના બદલે આપણે જાતે જ આ રોગ ફેલાવામાં સહયોગ કરી રહ્યાં છીએ. જેમાં નાક ન ઢંકાયું હોય એ રીતે માસ્ક પહેરવાથી લઈ મોંઢા ઉપર બાંધેલ ચૂંદડી,દુપટ્ટો કે રૂમાલ જે ઘરમાં પણ બધે જ ફરતો હોય. ભલે તમે માસ્ક પહેર્યો હોય પણ જો ઘરમાં આવી એ માસ્ક ઉતારીને મુકો ત્યાંથી વાયરસને નિમંત્રણ આપવાનું આપણે શરૂ કરીએ છીએ. કોરોના સામે લડાઈ લડી પ્રથમ હરોળના આપણાં સૈનિકો જેમ કે ડોકટર,પોલીસ,સફાઈ કર્મચારી કે શિક્ષક. જે વધારે લોકોના સંપર્કમાં આવે. માસ્ક પહેર્યું હોય. ઘરે આવી આ માસ્ક ટેબલ પર,સોફા કે ટીવીની આસપાસ ઉતારી મૂકી દેવાથી આખા દિવસના વાયરસ આપણી સાથે ઘરમાં પ્રવેશ કરે છે.આ બાબતે ડૉ. જીતેન્દ્ર નાગર જણાવે છે કે ઘરમાં પ્રવેશતાં પહેલાં બહાર સબુનું પાણી ભરેલી ડોલ હોય. આ ડોલમાં માસ્ક,રૂમાલ કે દુપટ્ટો ઘરની બહાર સાબુના પાણીમાં મૂકી ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. 


આજ રીતે એક વાત એટલે હાથ ધોવા અંગેની જાગૃતિ. વિજ્ઞાન કહે છે કે 20 સેકન્ડ સુધી હાથ ધોવાથી હાથમાં રહેલ કોરોનાના જીવાણું નાશ પામે છે.  આ માટે આપણે જે ભૂલ કરીએ છીએ એ સમજીએ. હેલ્થ એન્ડ મેડિસિન સાથે જોડાયેલ બાબતો અંગે સર્વે કરતી બેંગલોરની એક સંસ્થા.વિશ્વમાં મીડિકલી સર્વે માટે આગવી ઓળખ ધરાવતી આ સંસ્થાને વિશ્વમાં ક્લીન એન્ડ કમ્પ્લીટ નામે ઓળખવામાં આવે છે. કોરોના પછી કરેલ 10 લાખ લોકોના સર્વે આધારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 


ક્લીન એન્ડ કમ્પ્લીટ ના સંશોધક અને વૈજ્ઞાનિક હિરણ્ય મોહંતો જણાવે છે કે કોરોના ઇફેક્ટમાં હજુ 28 ટકા લોકો હાથ ધોવાની બાબતનો સ્વીકાર કરતા નથી. 72 ટાકા પૈકી લગભગ 17 ટકા લોકો માત્ર પાણીથી હાથ ધોવાની વાત સ્વીકારી છે.માત્ર 13 ટકા લોકો જ યોગ્ય રીતે 20 કે તેથી વધુ સેકન્ડ સુધી હાથ ધોવાની વાતનો યોગ્ય અમલ કરાવે કે કરે છે. હવે હેન્ડવોશ કે સાબુથી 20 સેકન્ડ સુધી હાથ ન ધોનાર વ્યક્તિ હાથ ધુએ છે છતાં તેના લાભથી એ દૂર થતાં જાય છે.


મુંબઇ સ્થિત ફાર્મા કંપની સાથે જોડાયેલ પાવલ મહેતા જણાવે છે કે હાથની આંગળી આંખ,નાક અને મોઢામાં ન નાખવી. જો આ બાબતનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે તો કોરોના સામે અસરકારક રીતે લડી શકાય છે. પાવલ મહેતા આ વાતને સમજાવતાં કહે કહે છે કે કોરોના વાયરસ શરીરમાં પ્રવેશે નહિ તે માટે આંખ,નાક અને મોઢામાં આંગળી ન જાય તે બાબતે સાવચેત રહેવું જરુરી છે. કોરોનાના વાયરસને શરીરમાં પ્રવેશતાં જે રીતે માસ્ક વડે રોકી શકાય છે. બસ,એજ રીતે આંગળીઓને કંટ્રોલમાં રાખી શકીએ તો કોરોના થતો અટકાવી શકાય છે.


આ એવી બાબતો છે જે અંગે આપણે જાણીએ છીએ. જાણકરી હોય પરંતુ અમલમાં કોઈ ભૂલ થાય તો એનો કોઈ અર્થ રહેતો નથી. અહીં એક બાબત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે ગભરાવવાને બદલે સ્વસ્થ રહી યોગ્ય રીતે વર્તન કરવાથી કોરોના સામે બચી શકાય છે. અત્યાર સુધી વિશ્વમાં કરોડો લોકો સંક્રમિત થયાં છે.લાખોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક વાત યાદ કરીએ કે 'મેલેરિયા' કે ટાઢા તાવને લીધે અત્યાર સુધીમાં જે મૃત્યું આંક છે તે કોરોના કરતાં કેટલોય વધારે છે. મેલેરિયાની ગંભીરતા અંગે સમજવા એક જ ઉદાહરણ પૂરતું છે. વિશ્વમાં મેડિકલ ફિલ્ડનો નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ડોકટર કે વૈજ્ઞાનિકોમાં ચૌદ વ્યક્તિને જુદા જુદા તબક્કે નોબલ પુરસ્કાર મેલેરિયા ઉપર સંશોધનને લીધે મળ્યા છે. એક જ વિષયમાં નોબલ પુરસ્કાર માટે આ ચૌદ વ્યક્તિ એ આગવો રેકોર્ડ છે. અત્યારે પણ મેલેરિયા રોગથી અનેકો જીવ ગુમાવી ચુક્યા છે,ગુમાવી રહ્યા છે. જેમ કોરોના વાયરસની રસી શોધાઈ નથી એવું જ મેલેરિયા માટે પણ છે. મેલેરિયા ન જ થાય એવી કોઈ રસી આજદિન સુધી શોધાઈ નથી. છતાં આપણે મેલેરિયાથી એટલા તો નથી જ ડરતાં જેટલું કોરોનાથી ડરીએ છીએ. 


આમ કહી શકાય કે કોરોના સામે  સ્વસ્થ રીતે,વિવેક બુદ્ધિ સાથે યોગ્ય જીવન શૈલી જ આપણ ને આ વાયરસ થકી બચાવી શકે એમ છે. હજુ રસી શોધાઈ નથી. જો રસી શોધાઈ હોત તો જગત જમાદાર અમેરિકા જ્યાં અત્યારે ચૂંટણી છે. ડોનાલ ટ્રમ્પ ચૂંટણી સમયે આ મુદ્દાને લઈ કદાચ બીજા ચાર વર્ષ માટે  સરળતાથી જીત નજીક પહોંચી શક્યા હોત. હવે મેલેરિયા સામે જે રીતે સ્વ જાગૃતિ દ્વારા આપણે બચી શક્યા  છીએ. કદાચ કોરોનાની રસી ન શોધાય તો અત્યારે તો મેલેરિયા પેટર્નથી જ બચી શકાય.


કેટલાક વેપારીઓ,કેટલાલ નેતાઓ અને ચીન જેવા દેશોની મિલી ભગત ને કારણે આજે પેન્ટ શર્ટ સહિત પંખા અને દીવાલ ઉપરના કલરથી કોરોના મુક્ત થવાની જાહેરાતો ટીવીમાં જોઈએ છીએ. યોગના વેપારી અને દેશી દવાના કે આયુર્વેદિક દવાની મોટીમસ માર્કેટ કેપ ધરાવનાર રામદેવજી યોગ માટે કે યોગ દ્વારા કોરોનાથી બચાવ માટે એજ અનુલોમ,વિલોમ,પ્રાણાયામ જેવી બાબતો નો પ્રચાર દરેક નેશનલ ચેનલ ઉપર એક પછી એક કાર્યક્રમો દ્વારા રોગ સામે લડવા શીખવી રહ્યા છે. હા,યોગ થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે રામદેવજી ની આવક પણ વધતી રહી છે.


છેવટે એક વાત નકકી કરીએ કે સ્વ જાગૃતિ અને યોગ્ય અમલીકરણ દ્વારા જ કોરોના સામે જીતી શકાશે. આપણે આશા રાખીએ કે કોરોના સામે રસી જલ્દીથી તૈયાર થાય. ન થાય તો મેલેરિયા જેવી સ્વ જાગૃતિ થકી આ મહામરીને થકવવામાં સફળતા મળશે. રસી અને તેની વિશ્વમાં જે હદે જરૂરિયાત છે રીતે આ રસી બનાવનાર દેશ વિશ્વમાં અનોખી ઓલખનસાથે આર્થિક સધ્ધર બની શકશે. પણ,રસીની શોધ થશે તો. ત્યાં સુધી મસ્ત રહો,વ્યસ્ત રહો અને તો જ તમે જબરજસ્ત રહી શકશો.       મેલેરિયાની રસી આજ સુધી શોધાઈ નથી.મેલેરિયા            સામે આપણી જાગૃતિ એટલા માટે છે કે મેલેરિયા દોઢ સદીથી છે જ્યારે કોરોનાને હજુ દોઢ વર્ષ પણ થયું નથી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રને સંબોધન કરતાં ભાર પૂર્વક કહ્યું કે લોકડાઉન ભલે ગયું હોય,કોરોના હજુ ગયો નથી. આ માટે જ આપણી જવાબદારી બેવડાઈ જાય છે. જાતે બચી બીજાને બચાવવામાં સફળ થવું એ મોટો પડકાર છે.

બળાત્કાર એક સામાજિક વિકૃત્તિ...


મુક બધીર દીકરી ઉપર બળાત્કાર:

માથું ધડથી અલગ કરી દીકરીની વિકૃત હત્યા પછી હવે શું...!બળાત્કાર એક એવો શબ્દ. આ શબ્દનો અર્થ કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરનાર વ્યક્તિ અને તેની માનસિકતા અંગે આજકાલ બધી બાજુ સાંભળવા અને જોવા મળે છે. અત્યારના સમયમાં મીડિયા કરતાં સોશિયલ મીડિયા એક અનોખી પકડ ધરાવે છે. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે એમ અનેક પ્રકારની સમસ્યાઓ અને વિકૃતિઓનો પણ વિકાસ થાય છે. બળાત્કાર એક એવો અપરાધ છે જે અનેકોને બરબાદ કરે છે. અત્યારે મીડિયા એ બળાત્કારનો ભોગ બનનાર સ્ત્રી કે મહિલા માટે 'નિર્ભયા' નામ પસંદ કર્યું છે. બળાત્કાર કરનાર એક અપરાધી નહીં સમાજનો દુશ્મન કે સમાજને  બરબાદ કરનાર વ્યક્તિ તરીકે આપણે એને જોઈએ છીએ. આ અંગેના એક નિયમ મુજબ બળાત્કારનો ભોગ બનાનરનું નામ કે ફોટો અજાહેર કરી શકતો નથી.તેની ઓળખ છતી ન થાય એ માટે મીડિયા કે વ્યક્તિઓને ચોક્કસ રીતે નિયમોને આધીન રહેવું પડે છે. આ સંજોગોમાં ડીસાની દીકરી પર થયેલ અમાનવીય ઘટના જેમાં વિકૃતિની તમામ હદ પર થઈ ગઈ. એક તરફ મુક બધીર દીકરી. તેને છેતરીને લઈ ગયા પછી બળાત્કાર ગુજારી કંપાવી નાખે તે રીતે તેની હત્યા કરી. આરોપી એ આ બાબત કબુલી અને હવે આગળની કાર્યવાહી કાયદા કુંજબ થશે. અહીં સવાલ એ છે કે સરકારી અધિકારી કે કચેરી આ દીકરીનું નામ કે ફોટો આપતા નથી.પરંતુ સોશિયલ મીડિય ઉપર આ દીકરીના ફોટો હાથમાં દંડો અને ગોગલ્સ પહેરેલ ફોટા વાયરલ થયા. આ પછી આરીપીની ધરપકડ થઈ.એણે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું. મહિલા આયોગ દ્વારા તાત્કાલિક આ બાબતમાં ઇનવોલ થઈ જરૂરી કાર્યવાહી સત્વરે થાય એ માટે મહિલા આયોગના સભ્ય શ્રીમતી રાજુલબેન દેસાઈ દ્વાર સીધી દેખરેખ રાખી પરિવારને ન્યાય મળે તે માટે કામ કર્યું. એક મહિલા તરીકે અને આયોગના સભ્ય તરીકે ડૉ. રાજુલ દેસાઈનું આ પગલું સૌ માટે આશાનું કિરણ બન્યું છે. અહીં સવાલ એ થાય છે કે આટલા બધા કડક કાયદા અને સજાની જોગવાઈ છતાં છેલ્લા કેટલાક સમયથી બળાત્કાર સાથે વિકૃત રીતે ખૂન કરવાના કેસ વધતા રહ્યા છે. આ માટે આધુનિક જીવન શૈલી ને જવાબદાર ઠેરવી શકાય. નજીવી કિંમતમાં આજે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. જેનો અવળા માર્ગે ઉપયોગ થતાં આ પ્રકારના કેસ સામે આવે છે. 


બિહાર, રાજસ્થાન,ઉત્તરપ્રદેશમાં છેલ્લા એક મહિનામાં બળાત્કાર સાથે નિર્મમ હત્યાના બનાવો મીડિયા દ્વારા સામે આવ્યા છે. આ રાજ્યો સિવાય પણ અનેક બળાત્કાર થયા અને થોડા દિવસોમાં એ ઘટના ભુલાઈ ગઈ હોય એવું બનતું આવ્યું છે અને બનતું રહેશે. આધુનિક અને ઝડપી જીવન શૈલી સાથે વ્યસનો અને તેની આદત બન્યા પછી વ્યક્તિ પહેલા વિકૃત અને તે પછી  જાને અંધ બની જાય છે. ઓસ્ટ્રેલિયાના વિચારક અને સેક્સ અંગેની બાબતોના સંશોધક  એલન વિસ્કિનના જણાવ્યા મુજબ બળાત્કાર કરનાર કે તેનો ભોગ બનનાર કેસ પૈકી સિત્તેર ટકામાં ભોગ બનનાર અને આરોપી પરિચિત હોય છે.નજીકના કે પરિવાર સાથે જોડાયેલ વ્યક્તિ જ આવું કૃત્ય કરે છે. એલનના મતે બળાત્કાર પછી આ આરોપી સ્વ બચાવ માટે કે આ કૃત્ય જાહેર ન થાય એ માટે ખૂન કરી દેવામાં જ પોતાની સેફટી જોનાર ગુનેગાર હત્યા કરે છે. 


હત્યા પણ એટલી વિકૃત રીતે કરવામાં આવે છે કે એ ઘટના જોનાર કે સાંભળનારને અરેરાટી આવી જાય છે. સાઉદી અરબ જેવા દેશમાં જાહેરમાં આવા ગુનેગારને સજા કરવામાં આવે છે. ખૂબ જ ઝડપથી આવી ઘટનાના કેસ ચલાવવામાં આવે છે. આવું આપણા દેશમાં શક્ય છે. કેટલાય લોકો ડરને કારણે, બદનામી કે અન્ય કારણોથી ફરિયાદ પણ કરતાં નથી. આ છતાં અત્યારે આવા કેસ વધવા પાછળ એક જવાબદાર કારણ એ છે કે લોકોને  આજે કોઈની શરમ રહી નથી. ડીસાની દીકરીના કેસમાં એ દીકરી મુક બધીર હતી. આજે એના ફોટો એટલા બધા લોકોએ શેર કર્યા કે તેની ઓળખ છુપાઈ શકાઈ નથી. જ્યારે આરોપીના ફોટો હજુ ઓછા લોકો સુધી પહોંચ્યો હશે. 


બળાત્કારતો સૃષ્ટિના સર્જનથી જ થતાં આવ્યા છે. વિકૃત રીતે બળાત્કાર પછી હત્યાઓ વધતી ગઈ છે. આ માટે માનસિક રીતે લોકો સ્વસ્થતા ગુમાવી ચુક્યા છે. અફઘાનિસ્તાન જેવા દેશમાં તો બળાત્કાર થાય એ વાત ને કોઈ પણ રીતે અલગ અલગ રીતે રજૂ કરી ડાબી જ દેવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશો જ્યાં બળાત્કારની સંખ્યા ઓછી છે એવા અહેવાલ સામે એમ કહી શકાય કે ત્યાં આવા કેસ જાહેરમાં આવતા જ નથી. ડીસાની દીકરીની ઘટનામાં તરત સજા થાય એ કરતાં દાખલો બેસાડી શકાય એવી સજા થાય એ ખૂબ જરૂરી છે. રાજકીય રીતે આવા કેસને જોવાને બદલે એવા ગુનેગારને એટલીજ ભયંકર સજા કરવામાં આવે તે જરૂરી છે. ડીસા જ નહીં આખી દુનિયામાં આટલી વિકૃત રીતે કોઈનું ગળું કાપીનાખી હત્યા અને બળાત્કાર માટે અદાલત પણ આરોપી સામે  એ દીકરીની ઉંમર, મુક બધીર દીકરી અને તેની નિરમમ હત્યા કરનાર ને તરત સજા થાય એવું બને. અહીં અંતમાં એક રવફરન્સ સાથે લખીશ કે નિર્ભયના ગુનેગાર પૈકી એક ગુનેગાર 18 વર્ષ કરતાં નાનો હોઈ તેને જુએનાઇલ અંતર્ગત કાયદા અમલી બન્યા.એ છોકરાને બાળ ગુનેગાર હોઈ એ કાયદા ને કારણે સજા ન થઈ શકી. આ ઘટનામાં 17 વર્ષ અને 3 મહિના ની ઉંમરે નિર્ભયા ઉપર બળાત્કાર કરનાર ને નિર્ભયના જન્મ દિવસે જ  જેલમાંથી મુક્ત થયો. આ પછી ભારત સરકારે આ કાયદામાં તાત્કાલિક ફેરફાર કર્યો. પણ આવા વિકૃત માનસિકતા ધરાવનાર કાયદાની ગૂંચનો લાભ લઇ છૂટી ન જાય એ મહત્વનું છે. ડિસની દીકરી ઉપર થયેલ બળાત્કાર અને એ પછીની ઘટના જોઈ એટલું અવશ્ય કહી શકાય કે ધન્યવાદ છે ડીસા બાર એસોસિયેશન ને કે જેણે આરોપીનો કેસ કોઈ વકીલ નહીં લડે તેવો ઠરાવ કર્યો છે. શું એવું ન બની શકે કે એણે કબૂલાત કરી છે તો હવે સીધી સજા થાય. કોઈ કહે છે આ દીકરી ઉપર તાંત્રિક વિધિ કરવા માટે તેને લઈ જઈ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જે પણ હોય. જ્યારે સમગ્ર દેશના મહિલા આયોગના સભ્ય તરીકે ડીસાની દીકરી ડૉ. રાજુલ દેસાઈ સ્થાન ધરાવે છે ત્યારે ડીસાની મુક બધીર દીકરી ને યોગ્ય,ઝડપી અને ગુનેગારમાં ડર ઉભો થાય તેવી સજા થાય એ જરૂરી છે.


"

જ્યારે સમગ્ર દેશના મહિલા આયોગમાં સભ્ય તરીકે ડીસાના ડૉ. રાજુલ દેસાઈ સભ્ય છે. આ સંજોગોમાં વિકૃત બળાત્કારી ને વિશેષ અને દર ઉભો થાય એવી સજા ન થાય તો એનો કોઈ અર્થ નથી. બીજા અનેક કેસની જેમ આ મુક બધીર દીકરીનો કેસ થોડા દિવસમાં ભુલાઈ જશે, પણ તેના મૃત્યુ માટે જવાબદાર ને સજા એવી થાય કે લોકોમાં આવા કામ કરતાં ડર બન્યો રહે. 

                                             " પેડ કે કટને કા કિસ્સા ન હોતા,

અગર કુલ્હાડી કે પીછે લકડી કા ટુકડા ન હોતા...

Tuesday, October 20, 2020

નવરાત્રીમાં આ કામનું...

 ગરબો અને ગરબી આ બેઉ શબ્દ  કેવી રીતે અમલી થયાં.


અત્યારે નવરાત્રીનું પર્વ ચાલે છે. કોરોના મહામરીને કારણે કેટલાક નિયમો ને આધીન નવરાત્રીમાં જોઈએ એવો ઉત્સાહ જોવા મળતો નથી. આ નાગે વાત કરતાં કલાજીવ અને સર્જક અનિકેત ઠાકર પાસેથી મળેલ વિગત મુજબ જેના ગર્ભમાં દીવો છે, એવો ઘડો એટલે સંસ્કૃતમાં ‘દીપગર્ભો ઘટ', તેમાંથી થયો ‘દીપગર્ભો', પછી ‘ગરભો' અને અંતે ‘ગરબો' શબ્દ અમલી બન્યો છે. આ ગરબાને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ‘ગરબો' જ કહેવાયું. આ વિગત ને આગળ જણાવતાં તેઓએ જણાવ્યું કે સરળ અને સૌમ્ય નૃત્યલાલિત્યને ‘લાસ્ય' કહેવાય છે.જેનો ધબકાર સીધો ગરબામાં ઝિલાય છે.


ગરબા સાથે જોડાયેલ વાતને સમજતા એ કહી શકાય કે 

 સદીઓ પૂર્વે રચાયેલા ગ્રંથ ‘હરિવંશ'માં કૃષ્ણને રાસેશ્વર કહેવામાં આવ્યા છે. સ્ત્રી-પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે ‘રાસ', તાળી સાથે સ્ત્રીઓ રમે તે ‘ગરબો' અને  પુરુષો રમે તે ‘ગરબી'.આ અંગે વધુ વિગત જણાવતાં પાલનપુરના સંગીત કલાકાર અને ગરબા આયોજક શ્રી રાકેશ આચાર્યના જણાવ્યા મુજબ પુરુષો અને સ્ત્રીઓ હાથે તાળીઓ પાડી ગરબો લે તેને ‘હીંચ લેવી' કહેવાય, પણ માત્ર સ્ત્રીઓ જમણા પગનો પંજો ધરતી સાથે અથડાવી ગરબો લે તેને ‘હમચી ખૂંદવી' કહેવાય. આવા અનેક પ્રકાર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે હવેલી સંગીતનાં ગીતો-રાસડાઓના સર્જક વલ્લભ મેવાડા શ્રીનાથજીનાં દર્શન માટે ગયા હતા. ત્યારે પૂજારીએ તેમને ‘ શ્રીનાથજીના દર્શન બંધ થઇ ગયા એવો જવાબ આપી પાછા વળાવ્યા. ભગ્નહૃદયથી વલ્લભ મેવાડાએ વિચાર્યું કે, ‘જે કૃષ્ણ પોતાનાં ભક્તોને દર્શન ન આપે તેની સ્તુતિ કરવા કરતાં હું સદાય સુલભ એવી મમતામયી મા અંબિકાના સ્તવનો શા માટે ન લખું ? અને આવા વિચારો પછી દયારામના પુરોગામી તરીકે તેમણે આજે પણ પ્રચલિત એવા લોકપ્રિય ગરબાઓ રચ્યા. આજે ‘સ્ટેજ શો'માં ફેરવાઇ ગયેલા ગરબાઓ ગુજરાતની ગલી ગલીમાં ઘોળાઇ ગયા.ગરબાનુંખોળિયું બદલતા ગયા. મહાડ, કાફી, પીલુ, ધનાશ્રી, કાલિંગડો, સારંગ વગેરે રાગ અને ખેમટો, કેરવો કે દીપચંદી તાલમાં ગવાતો ગરબો આજે લેસર સિન્થેસાઇઝરના ડ્રમ-બીટ્સના ડિજીટલ ફયુઝન મ્યુઝિકમાં ફેરવાઈ ગયો છે.

‘ભાવપ્રકાશ' નામના અતિ પ્રાચીન ગ્રંથમાં રાસના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. ‘તાલરાસક' એટલે તાળી-રાસ, ‘દંડ-રાસક' એટલે દાંડિયા-રાસ અને ત્રીજા પ્રકારના છે ‘લતા રાસક', એટલે સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પર ગૂંથાઇને જેમ લતા વૃક્ષ ફરતી વીંટળાઇ વળે એવો ગરબો. એકબીજામાં સમરસ થઇને રમે તેવો રાસ. રોજ ગરબે ઘૂમીને આવવાનો થાક ઉતારતા ખેલૈયાઓને જણાવતાં સાહિત્યકાર નલિન શર્મા જણાવે છે કે, ભાણદાસ રચિત ‘ગગનમંડળ ગુણ ગરબી રે...નો  ગરબો ક્યારેક ચાંદાનાં અજવાળે વાંચજો. તેમાં પૃથ્વી એ કોડિયું છે, સમુદ્રરૂપી તેલ છે, પર્વતરૂપી વાટ અને સૂર્યરૂપી દીવો છે, શેષનાગની ગણતરી અહીં ગરબાની ઇંઢોણી તરીકે થાય છે.

આધુનિક સમયમાં ગરબા અને તેના પ્રકાર બદલાતા જાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે દરેક તહેવારની જેમ નવરાત્રી પણ કાયદા અને તેની જોગવાઈ મુજબ યોજાઈ રહ્યા છે. આ કારણે આ વર્ષે માતાજીની ઉપાસના ખૂબ વધવા પામી છે.ત્યારે આ ગરબા અંગેની વાત સૌને ઉપયોગી થશે તેવી આશા સાથે હું આપ સૌને આ પાવન પર્વની શુભકામના પાઠવે છે.Saturday, October 17, 2020

ગરબા વગર क्या करबा....

 એક તરફ વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. લોકો કોરોનાથી બચી શકે એ માટે સરકારે અનેક બાબતોની માર્ગ દર્શિકા આપી છે. અત્યારે જ્યાં સુધી વેકસીન ન શોધાય ત્યાં સુધી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જ એક માત્ર રસ્તો છે. આવા સમયે આ જ કારણે દર વર્ષ કરતાં આ વર્ષે નવરાત્રીનો માહોલ ફિક્કો દેખાઈ રહ્યો છે.

નવરાત્રીના આયોજકો અને કલાકારો એક તરફ સરકાર પાસે આર્થિક પેકેજની વાત કરી રહ્યા છે,લગ્ન વખતે થતા રસ ગરબાના આયોજન પણ કોરોના સમયે સરકારે બંધ કરાવ્યા હતા. એમાં પડતામાં પાટું એવું લાગ્યું કે નવરાત્રીમાં પણ કલકરો અને મંડપ ડેકોરેશનના માલિકો નવરા થઈ ગયા છે.

એક તરફ આર્થિક સમસ્યાનો સામનો અને સરકારના આદેશને પગલે નવરાત્રીમાં પણ ચોક્કસ કાયદા અને જોગવાઈઓ થકી ગરબા કરવાના હોઇ


ખેલૈયાઓ ભારે નિરાશ થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે ડાન્સ કલાસના આયોજકો પણ નવરાત્રી નીરસ હોઈ તેમનામાં પણ ઉત્સાહ દેખાતો નથી. ખેલૈયાઓ જ્યાં નવ નવ દિવસ સુધી માતાજીની આરધના કરી નવરાત્રી ઉજવતા હતા તે આ વખતે ગરબા નહીં રમાય એ વિચારે જ દુઃખી થતા રહે છે.

IGNITE aword:2020
આધુનિક જગતમાં શિક્ષણ જેટલું જ મહત્વ નવ સર્જન કે નવ વિચારનું છે. ભારત રત્ન, દેશના પૂર્વ રાષ્ટ્પતિ અને મિસાઈલ મેન તરીકે ઓળખાતા એ.પી.જે. અબ્દુલ કલામ ઈજ્ઞાઈટ એવોર્ડ સમગ્ર દેશના બાળકો માટે એક અભિનવ સન્માન બને છે. બાળકોમાં રહેલી સર્જનશીલતા અને તેના દ્વારા વિવિધ સમસ્યાના સમાધાન માટે છેલ્લા એક દાયકાથી આ સન્માન આપવામાં આવે છે. સમગ્ર દેશના બાળકો પોતાના ઇનોવેશન કે નવ વિચાર મોકલતા હોય છે. હજારો વિચારોમાંથી દર વર્ષે 30 ઇનોવેશન કે બાળકોના વિચારો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ નવ વિચારોની જાહેરાત 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. સમગ્ર દેશમાંથી આ વર્ષે કોરોના મહામરીને કારણે 9 હજાર નવ વિચારો રજૂ થયા હતા. આ પૈકી 15 વિચારોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને સમગ્ર દેશમાં આ અંગે સન્માન પ્રાપ્ત થયું છે. છેલ્લા વર્ષોમાં ,હની બી નેટવર્કના ફાઉન્ડર અને સૃષ્ટિના સંયોજક પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વાર બાળ નવસર્જકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંવાદ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે કોરોના  મહામારી વચ્ચે પણ સૃષ્ટિ સંસ્થાન દ્વારા ડૉ. અનિલ ગુપ્તા દ્વાર ચલાવવામાં આવેલ  'ચલો આવિષ્કાર કરે' નામની ઓન લાઈન કાર્યશાળાનું આયોજન કર્યું હતું. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ભારત રત્ન અબ્દુલ કલામના વિજન મુજબ બાળકો માટે આયોજિત બાળ સર્જનશીલતા અંતર્ગત અનેક લોકપયોગી સંસ્થાન સાથે જોડાયેલ,ક્યાંક સ્થાપક સભ્ય અને સૃષ્ટિ ના સંયોજક શ્રી અનિલ ગુપ્તા દ્વારા બાળકોના નવ સર્જન મોકલી આપવા પહેલ કરવામાં આવી હતી. આ પૈકી પાલનપુર વિદ્યામંદિર ખાતે ગુજરાતી માધ્યમમાં ધોરણ:10 માં અભ્યાસ કરતી ચાર્મી પંડ્યાના નવ વિચારની IGNITE એવોર્ડ માટે પસંદગી થવા પામી છે. વિકલાંગ વ્યક્તિને ખુરશીમાં બેસવા કે ઉઠવામાં મુશ્કેલી ન પડે એવા વિચાર સાથે મોડલની ડિઝાઈન આપવામાં આવી હતી. દર વર્ષની માફક આ વર્ષે ભારત રત્ન અબ્દુલ કલામની જન્મ તારીખ 15 ઓક્ટોબરે આ પસંદ થયેલ નવ વિચારક બાળકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં પસંદ થયેલ 15 બાળ સર્જક પૈકી ચાર્મી પંડ્યાની પસંદગી થતાં સમગ્ર દેશમાં વિદ્યામંદિર શાળાએ ફરીથી પોતાનું અવ્વલ સ્થાન સાબિત કર્યું હતું. ચાર્મી પંડ્યા દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ રીતે નવ વિચાર સૃષ્ટિને  મોકલવામાં આવતાં હતાં. અત્યાર સુધી બાળ સર્જકોને શોધવા ચાલતી કેટલીય કાર્ય શાળાઓમાં ભાગ લીધો હતો. આઈ.એ.એમ. અમદાવાદ, દિલ્હી, મહારાષ્ટ્ર સોલપુર અને રાજસ્થાન ખાતે તેઓએ કાર્યશાળામાં ભાગ લીધો હતો. સારાં ગાયક અને ચિત્રકાર તરીકે અનેક ઇનામ મેળવનાર ચાર્મી પંડ્યા પદ્મશ્રી અનિલ ગુપ્તાના વ્યક્તિગત ચાહક છે. તેમના ચલો આવિષ્કાર કરે... સાથે ઓન લાઈન જોડાઈને તેમણે આ વખતે પણ કુલ 5 નવા વિચાર મોકલ્યા હતા. 15 ઓક્ટોબરના દિવસે જાહેર થયેલા બાળ નવ સર્જકોની યાદીમાં બનાસકાંઠા જિલ્લાને સ્થાન અપાવનાર ચાર્મી પંડ્યા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટેના કેટલાક કાર્યક્રમમાં જોડાયા છે. દૂરદર્શન અને રેડિયો ઉપર કેટલાક કાર્યક્રમમાં તેઓની વિવધ કલાનું પ્રસારણ થતું રહે છે. 


सबसे ज्यादा पढ़े गए लेख...